થાણેમાં બેન્કનું એટીએમ મશીન આગમાં ખાક

મુંબઈઃ પડોશના થાણે જિલ્લાના બદલાપુર નગરમાં એક રાષ્ટ્રીયકૃત બેન્કનું એટીએમ મશીન આગ લાગતાં ખાક થઈ ગયું હતું.

થાણે મહાનગરપાલિકાના રીજનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના એક અધિકારીએ જાણકારી આપી છે કે ગઈ કાલે રાતે લગભગ 9.30 વાગ્યાના સુમારે બદલાપુર રેલવે સ્ટેશન પરિસરમાં આવેલા એક મકાનમાં મૂકવામાં આવેલા બેન્ક ઓફ બરોડાના એટીએમ મશીનમાં આગ લાગી હતી. મશીન ખાક થઈ ગયું હતું. સદ્દભાગ્યે કોઈને ઈજા થઈ નહોતી.

આગની જાણ કરાતાં અગ્નિશામક દળના જવાનો તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાતે લગભગ 10.15ની આસપાસ આગને બુઝાવી દીધી હતી. આગમાં એટીએમ મશીન સંપૂર્ણપણે નાશ પામ્યું હતું. આગનું કારણ હજી જાણવા મળ્યું નથી, પરંતુ એરકન્ડિશનરમાં કોઈક ખામી ઊભી થવાને કારણે આગ લાગી હોવાનો પ્રાથમિક અંદાજ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]