મુંબઈઃ આજે સાંજે 4 વાગ્યાથી શરૂ થઈને આવતા 24 કલાક દરમિયાન મુંબઈ શહેર તથા ઉત્તર કોંકણ વિસ્તારમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.
ત્યારબાદ 6 ઓગસ્ટ સુધી વરસાદની સ્થિતિ યથાવત્ રહેશે.
ચાર અને પાંચ ઓગસ્ટ દરમિયાન મુંબઈ, પડોશના પાલઘર અને થાણે જિલ્લાઓ તથા ઉત્તર મહારાષ્ટ્રમાં વરસાદનું પ્રમાણ વધારે રહેશે એવું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે.
મુંબઈમાં જે નિચાણવાળા ભાગોમાં પાણી ભરાઈ જતા હોય છે ત્યાં ફરી વરસાદી પાણી ભરાવાની સંભાવના હોવાથી કાળજી રાખવાની હવામાન વિભાગના અધિકારી કે.એસ. હોસાળીકરે નાગરિકોને અપીલ કરી છે.
Next 24 hrs Mumbai & North Konkan is likely to see enhanced rainfall activity. Activity could prolong upto 6 Aug, with likely max impact on 4-5 Aug Mumbai, Thane, NM. Could lead to flood like situation especially in low lying areas and so take care.
Pl chk IMD sites for updates. pic.twitter.com/Ztfut8GrNY
— K S Hosalikar (@Hosalikar_KS) August 2, 2020