‘હેપ્પી બર્થડે કૃષ્ણ’: જન્માષ્ટમીના દિવસે ‘ચિત્રલેખા’ના સથવારે લાલુભાઈનો અનેરો મનોરથ

મુંબઈઃ અત્યાર સુધી આપણે ભગવાન પાસે માંગ-માંગ જ કર્યું છે. ક્યારેય કંઈ આપવાની તો વાત જ કરી નથી. તો આજે હવે તમને જન્માષ્ટમીના પવિત્ર દિવસે ભગવાનને ‘હેપ્પી બર્થડે’ની શુભેચ્છા આપવાની તથા એમની સાથે પ્રત્યક્ષ થવાની તક મળવાની છે.

‘ચિત્રલેખા’ના સથવારે ‘Happy Birthday Krishna’ કાર્યક્રમમાં વિશિષ્ટ આકર્ષણ એ રહેશે કે કાર્યક્રમ દરમિયાન રૂપા ‘બાવરી’ સ્ટેજ પર જ, દર્શકોની સમક્ષ જ શ્રીનાથજીનું લાઈવ પેન્ટિંગ કરશે અને એ પણ જન્માષ્ટમીના વાઘા અને શણગાર સાથેનું – સાચે જ તમને થશે કે તમે ખરેખર નાથદ્વારામાં જન્માષ્ટમીના દર્શન કરી આવ્યા! કાર્યક્રમનું સંચાલન કરશે સુપ્રસિદ્ધ લેખિકા કાજલ ઓઝા-વૈદ્ય. સુરીલા ગાયકો – હેમાલી વ્યાસ અને ચિંતન રાણા ભાવવિભોર કરી દેતા લોકપ્રિય કૃષ્ણગીતો ગાશે. જાણીતાં ડાન્સ કોરિયોગ્રાફર અવની શાહ રૂપા ‘બાવરી’નું યાદગાર ભજન ‘મૈં તો બાવરી શ્રીનાથજી…’ પર નૃત્યસેવા બજાવશે.

મંગલ ફાઉન્ડેશનના લાલુભાઈ દ્વારા એવી મંચ શણગાર સેવા બજાવશે કે જાણે સ્ટેજ પર જ નાથદ્વારા ઊભું થયું હોય. ઈન્ટરવલ બાદ સાવ જુદી જ મંચસજ્જા જોવા મળશે. કાર્યક્રમના અંતે ફળ-શાકભાજીના હિંડોળામાં કૃષ્ણજન્મના દર્શનનો લાભ મળશે.

આવો અદ્દભુત કાર્યક્રમ આવતી 30 ઓગસ્ટના સોમવારે રાતે 9 વાગ્યે ‘Yours Lalubhai’ યૂટ્યૂબ ચેનલ પર જોવાનું ચૂકશો નહીં. ‘ચિત્રલેખા’ના સથવારે સૌ ભગવાનને Wish કરીશું ‘Happy Birthday Krishna’.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]