KBC-13માં ડો નેહાએ ₹ 12.50 લાખ જીત્યા

મુંબઈઃ  ‘કૌન બનેગા કરોડપતિ’ની 13મી સીઝન શરૂ થઈ ચૂકી છે. ક્વિઝ બેઝ્ડ આ રિયલ્ટી શોને અમિતાભ બચ્ચન હોસ્ટ કરે છે. કોરોના વાઇરસના રોગચાળાની વચ્ચે લોકો આ શોને પરિવારની સાથે બેસીને જોવાનું પસંદ કરી રહ્યા છે. આ સીઝનને પહેલાં સ્પર્ધકે જ્ઞાન રાજે હોટ સીટ પર બેસીને રૂ. 3.20 લાખ લઈને ગયો.

એ પછી ડો. નેહા બથલાએ હોટ સીટ સંભાળી હતી. વેટરનરી ડોક્ટરે સ્પર્ધાને આગળ વધારી હતી. બીજા દિવસે ડો. નેહાએ રમતને આગળ વધારી હતી, પણ એક સવાલ પછી ગેમ છોડવાનો નિર્ણય કર્યો હતો. તે 12.50 લાખ લઈ ગઈ હતી. ડો. નેહાને પૂછેલા સવાલો અને સાચા જવાબો નીચે મુજબ છે.

ડો. નેહાથી પુછાયેલા સવાલ અને એના સાચા જવા આ પ્રમાણે છે…
સવાલઃ આંબળા કયા વિટામિનો સમૃદ્ધ સ્રોત છે?

જવાબઃ વિટામિન સી

સવાલઃ ‘सोनी कितनी सोनी आज तू लगदी’ કયા ગીતનો હિસ્સો છે?

જવાબઃ बोले चूड़ियां

સવાલઃ કયું પ્રાણી ઝાડ પર ચઢી શકે છે?

જવાબઃ મગરમચ્છ

સવાલઃ મે, 2021માં કયું ઉષ્ણકટિબંધ ચક્રવાત ભારતના ભૂર્વ તટે ટકરાયું?

જવાબ ‘યાસ’ વાવાઝોડું

સવાલઃ વિશ્વની સૌથી પહોળી નદી કઈ છે?

જવાબઃ એમેઝોન

સવાલઃ પતિ-પત્નીની જોડીને નામે કયું રસાયણિક તત્ત્વનું નામ રાખવામાં આવ્યું છે?

જવાબઃ ક્યુરિયમ

સવાલઃ મહાત્મ ગાંધી કાશી વિદ્યાપીઠના પ્રાંગણમાં ભારત માતા મંદિરના ગર્ભગૃહમાં ભારત માતાની પૂજા કઈ રૂપે કરવામાં આવે છે?

જવાબઃ અવિભાજિત ભારતના માનચિત્ર

સવાલઃ 2021માં પ્રકાશિત અભિનેત્રી નીના ગુપ્તાની આત્મકથાના શીર્ષકનું નામ શું છે?

જવાબઃ सच कहूं तो हो

સવાલઃ કયા ફાર્માસ્યુટિકલ લીડર વિશે એ કહેવામાં આવ્યું છે કે આફ્રિકામાં –સિપ્લા એક મંદિર છે અને ડો. …. ભગવાન છે?

જવાબઃ યુસુફ હમીદ

સવાલઃ ભૂતપૂર્વ ક્રિકેટર સુસાન ઇત્તિચેરિયા કયા ઓલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતાની માતા છે?

જવાબઃ દીપિતા પલ્લીકલ

ડો. નેહાએ રૂ. 25 લાખના સવાલનો જવાબ નહીં આપી શક્યાં અને તેમણે રૂ. 12.50 લાખ લઈને શો છોડવાનો નિર્ણય કર્યો હતો. એ પછી ઓડિશાની શિક્ષિકા સ્વાતિ શ્રીલેખાએ હોટ સીટ પર આવી હતી.