મુંબઈઃ કે.ઈ.એસ સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલયમાં ૨૬/૦૯/૨૩ના મંગળવારે ગુજરાતી પ્રાથમિક વિભાગમાં ગણેશોત્સવ ધામધૂમથી મનાવવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ શંકર, પાર્વતી, કાર્તિક, ગણેશજી, રિદ્ધિ અને સિદ્ધિ વગેરે દેવી દેવતાઓનું સ્વરૂપ બનીને આવ્યાં હતાં.
પ્રાચાર્યા કવિતા બહેન મારુની ઓફિસમાંથી ગણપતિ બાપ્પાની પ્રતિમા લઈને ‘ગણપતિ બાપ્પા મોરયા’ની ધૂન ગાતાં ગાતાં મુખ્ય સભાખંડમાં મૂર્તિની પ્રસ્થાપના કરવામાં આવી.
ભક્તિમય વાતાવરણમાં સહુએ ગણપતિ બાપ્પાની સંગીતમય આરતી કરી હતી અને શ્લોક ‘ૐ ગં ગણપતેય નમ:’ ગાવામાં આવ્યો હતો. બાળકોને ગણપતિ બાપ્પાની કથા કહેવામાં આવી હતી અને ધાર્મિક, પૌરાણિક મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું.