રાજ્યમાં કોરોનાના RT-PCR તપાસની ફી ઘટીને અડધી

મુંબઈઃ મહારાષ્ટ્રમાં રાજ્ય સરકારે કોરોનાના સંક્રમણને RT-PCR  તપાસની કિંમત બુધવારે રૂ. 1000થી ઘટાડીને રૂ. 500 કરી દીધા છે. એન્ટિજન તપાસની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. રાજ્યના આરોગ્યપ્રધાન રાજેશ ટોપેએ એની જાહેરાત કરી હતી.

કોરોના રોગચાળાના પ્રારંભે RT-PCR તપાસની કિંમત રૂ. 4500 હતી અને રાજ્ય સરકારે સમયાંતરે એને ઘટાડી છે. લોક આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ પ્રદીપ વ્યાસે જણાવ્યું હતું કે તપાસ માટે નવા દરો રૂ. 500, રૂ. 600 અને રૂ. 800 નિર્ધારિત કરવામાં આવ્યા છે.

આરોગ્યપ્રધાને જણાવ્યું હતું કે કેન્દ્ર પર જઈને નમૂનો તપાસ માટે આપશે, તેના માટે રૂ. 500 લેવામાં આવશે, જ્યારે કોવિડ દેખભાળ કેન્દ્ર પર નમૂના એકત્ર કરવા પર રૂ. 600 આપવાના રહેશે અને ઘરેથી નમૂના લેવા પર રૂ. 800 ચૂકવવાના રહેશે. આ જ રીતે એન્ટિ-બોડીઝ તપાસ કરાવવા પર રૂ. 250, રૂ. 300 અને રૂ. 400 આપવાના રહેશે.

મહારાષ્ટ્રમાં 31 માર્ચે કોરોના સંક્રમિતના 39,544 નવા કેસ નોંધાયા હતા, જે રોગચાળાના પ્રારંભમાં એક દિવસના બીજા સૌથી વધુ કેસ છે. એની સાથે રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 28,12,980 થઈ ગઈ છે. 28 માર્ચે રાજ્યમાં કોરોનાના 40,414 કેસો સામે આવ્યા છે, જે અત્યાર સુધીના સૌથી કેસો છે. રાજ્યમાં 22 માર્ચે સંક્રમિતોની સંખ્યા 25 લાખનો આંકડો પાર કરી ગયો છે, જ્યારે 27 માર્ચે કોરોના કેસો 28 લાખને પાર થયા હતા.

રાજ્યમાં કોરોનાથી મરનારા લોકોની સંખ્યા સૌથી વધુ છે. રાજ્યમાં સંક્રમણથી મૃતકોની સંખ્યા વધીને 54,649 થઈ ગઈ છે. રાજ્યમાં ગઈ કાલ સુધી 24,00,727 લોકો સંક્રમણ મુક્ત થઈ ચૂક્યા છે અને સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 3,56,243 છે.

રાજ્યની રાજધાની મુંબઈમાં 5399 નવા કેસ સામે આવ્યા છે, જેથી અહીં સંક્રમિતોની સંખ્યા વધીને 4,14,773 થઈ ગઈ છે. મુંબઈમાં કોરોનાથી મૃતકોની સંખ્યા 11,690એ પહોંચી છે.