મુંબઈઃ કેન્દ્રના રોડ ટ્રાન્સપોર્ટ ખાતાના પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું છે કે મુંબઈમાં જગ્યાના અભાવને કારણે રોડ પહોળા કરી શકાય એમ નથી એટલે ડેડિકેટેડ (અલાયદા) સાઈકલ ટ્રેક્સ બનાવવાનું શક્ય નથી. પરંતુ આપણે ટાયર-2 અને ટાયર-3 શહેરોમાં ડેડિકેટેડ સાઈકલ ટ્રેક્સ બનાવી શકીએ છીએ.
ગડકરીએ કહ્યું કે, લોકોમાં સાઈક્લિંગની આરોગ્યપ્રદ આદતને ઉત્તેજન આપવું મહત્ત્વનું છે. સાઈકલ ટ્રેક્સ બનાવવાના વિચારને હું ટેકો આપું છું. પરંતુ મુંબઈ જેવા શહેરોમાં જગ્યાના અભાવને કારણે રસ્તાઓ પહોળા કરી શકાય એમ નથી. વળી, અતિક્રમણ તથા રાજકીય સમસ્યાઓ પણ નડે છે.