જ્યારે ‘ખુમાર’ના આ શો એ મુંબઈના પ્રેક્ષકોના મંત્રમુગ્ધ કર્યા

મુંબઈઃ ગયા અઠવાડિયે એટલે કે, 14 ફેબ્રુઆરી,2020 ના રોજ વેલેનેટાઇન્સ ડેની ઉજવણી અંગર્ગત જાણીતા કલાકાર બિપિન આર. પંડિતનો ‘ખુમાર’નો મ્યુઝિકલ કાર્યક્રમ બાંદરાના સેન્ટ એન્ડ્રુઝના ઓડિટોરિયમમાં યોજવામાં આવ્યો હતો. પ્રેક્ષકોથી ખીચોખીચ ભરાયેલો આ કાર્યક્રમ રોમેન્ટિક ગીતો માટેનો વેલેન્ટાઇન સ્પેશિયલ શો હતો. શોમાં અદાજે 800 કરતાં પણ વધુ પ્રેક્ષકો હાજર હતા.

બિપિનભાઇ કહે છે કે વેલેનટાઇન ડેએ શો યોજવો એમના માટે એક મોટો પડકાર હતો. એક તો વેલેન્ટાઇન ડે સપ્તાહના કામકાજના દિવસે હતો. વળી, આ ‘ખુમાર’ મ્યુઝિકલ કાર્યક્રમ મુંબઈના બાંદરાના સૌથી વધુ ગીચ વિસ્તારોમાંના એક વિસ્તારમાં યોજવામાં આવ્યો હતો.

ત્રીજું, આ કાર્યક્રમ સૌથી વ્યસ્ત સમય સાંજે 6.30 કલાકે હતો. એમાંય, આ સ્પેશિયલ દિવસે- ખાસ કરીને યુવા વર્ગ પોતાનું આગોતરું આયોજન પણ કરીને પોતપોતાની ખાનગી પાર્ટીઓમાં જવાનું વધુ પસંદ કરતા હોય છે.

 

જોકે આ બધા વચ્ચે પડકારો પણ આ શો સુપરહિટ બની ગયો હતો અને બધા જ કલાકારોએ તેમની ક્ષમતા મુજબ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.

કાર્યક્રમમાં રમેશ નારાયણ, રાજ નાયક, શશિ સિંહા, કૌશિક રોય, કલ્પના રાવ, પાર્થ સિંહા, બોબી પવાર, અજય કાકર, રાણા બરુઆ, સત્યબ્રાતા, દેબ્રતા મુખરજી, અજય ચંદવાની, મિત્રજિત ભટ્ટાચાર્ય, મેઘા તાતા, પુનિથા ઓરમુઘમ, પ્રદીપ દ્વિવેદી, ધીરજ સિંહા, સંજીવ કોટનાલા, નવલ આહુજા જેવા ઉદ્યોગ જગતના માંધાતાઓ હાજર હતા.

બિપિનભાઈએ ઉમેર્યું હતું કે મુંબઈના મ્યુઝિકલ કાર્યક્રમની સફળતા એ જ છે કે એક સ્પોન્સર આગામી વર્ષે આ શો કોલ્હાપુરમાં યોજવા માટે સંમત થયા છે.

 

‘ખુમાર’ શબ્દ સાચા અર્થમાં કલાકારો માટે નેશનલ બ્રાન્ડ બની ચૂકી છે. ખાસ કરીને ઇન્દોર, ભોપાલ, પુણે, અમદાવાદ અને મુંબઈના કલાકારો માટે.

આ કાર્યક્રમમાં બિપીન પંડિતે ચિત્રલેખા માટે ખાસ એક ગુજરાતી ગીત ગાઈને ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતાં.