મુંબઈ – મહાનગરમાં પ્રવાસી બસ સેવા પૂરી પાડતી કંપની BEST (બૃહનમુંબઈ ઈલેક્ટ્રિસિટી સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ) દ્વારા તેનું નવું, વર્ષ 2019-20 માટેનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. કંપનીએ નાગરિકો પર કોઈ નવો ભાડાવધારો ઝીંકવાનું ટાળ્યું છે અને વધુ પ્રવાસીઓ આકર્ષાય એ માટે મુંબઈના રસ્તાઓ પર વધુ 713 બસો ઉતારશે. આ બસો આવતા 18 મહિનામાં શરૂ કરાશે.
બેસ્ટ કંપની તેની જૂની થઈ ગયેલી બસોને રસ્તાઓ પરથી હટાવી લેશે.
બેસ્ટ કંપનીએ રૂ. 720.54 કરોડની ખાધવાળું બજેટ રજૂ કર્યું છે.
બેસ્ટ કંપની હાલ મુંબઈ અને ઉપનગરોમાં કુલ 3337 બસો દોડાવે છે. આ કાફલામાં તે બીજી 713 બસોનો ઉમેરો કરશે.
બેસ્ટ મુંબઈમાં હાલ અંદાજે 29 લાખ લોકોને બસ પ્રવાસ કરાવે છે. તેનો અંદાજ છે કે 713 બસો વધાર્યા બાદ પ્રવાસીઓની સંખ્યા પણ વધીને 41 લાખ સુધી પહોંચી જશે.
બેસ્ટ અન્ડરટેકિંગના જનરલ મેનેજર સુરેન્દ્ર બાગડેએ કહ્યું છે કે હેવી ઈન્ડસ્ટ્રીઝ એન્ડ પબ્લિક એન્ટરપ્રાઈઝીસ મંત્રાલયે શરૂ કરેલી ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યૂફેક્ચરિંગ ઓફ ઈલેક્ટ્રિક સ્કીમ અંતર્ગત બેસ્ટ કંપની 40 એરકન્ડિશન્ડ મીડી ઈલેક્ટ્રિક બસ દોડાવવાનું શરૂ કરશે.
11 મીડી એસી બસો ડિઝલ પર દોડાવવામાં આવે છે.
બેસ્ટ કંપની 25 હાઈબ્રિડ ઈલેક્ટ્રિક બસોને દોડાવવાનું ચાલુ જ રાખશે.