ઓક્ટોબર હીટઃ મુંબઈમાં ગરમી-ઉકળાટ વધે એવી સંભાવના

0
1293

મુંબઈ – ચોમાસાએ વિદાય લીધી છે અને ઓક્ટોબર મહિનો બીજા પખવાડિયામાં પ્રવેશી ગયો છે. છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈગરાંઓ સખત ગરમી, ઉકળાટ, બફારાથી પરેશાન થઈ ગયા છે. આજે તાપમાન થોડુંક ઘટ્યું હોવાથી સહેજ રાહત મળી.

પરંતુ, સપ્તાહાંતે તાપમાન ફરી વધે એવી સંભાવના છે.

દર વર્ષની જેમ, ચોમાસું વિદાય લે અને ઓક્ટોબર મહિનો શરૂ થાય એટલે ગરમીનું પ્રમાણ વધે. ઓક્ટોબરનું પહેલું અઠવાડિયું ભારે ગરમીવાળું રહ્યું હતું.

હવામાન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે સપ્તાહાંતના દિવસોમાં શહેરમાં ગરમીનું પ્રમાણ ફરી વધી શકે છે.

ગત્ સપ્તાહાંતે મુંબઈના ઉપનગરોમાં 37 ડિગ્રી સેલ્શિયસ ગરમી નોંધાઈ હતી. છેલ્લા બે દિવસથી તાપમાન ઘટીને 34 ડિગ્રી થયું છે, પણ હવે શનિ-રવિવારે એ ફરી વધી શકે છે.

બંગાળના અખાત પર ચક્રવાતી વાવઝોડું તિતલી આકાર લઈ રહ્યું હોવાને કારણે મુંબઈના આકાશમાં વાદળો છવાયેલા જોવા મળ્યા છે અને તેને કારણે ગરમી ઘટી છે.

પરંતુ આવતું અઠવાડિયું મુંબઈગરાંઓ માટે અસહ્ય ગરમીથી પરેશાનીવાળું બની રહે એવી શક્યતા છે.