ઉત્તર ભારતીયો જો કામ કરવાનું બંધ કરી દેશે તો મુંબઈ થંભી જશેઃ સંજય નિરુપમ

મુંબઈ – કોંગ્રેસના મુંબઈ એકમના પ્રમુખ સંજય નિરુપમે એવો દાવો કર્યો છે કે જો મુંબઈમાં રહેતા ઉત્તર ભારતીય સમાજના લોકો કામ કરવાનું બંધ કરવાનો નિર્ણય લે તો શહેરનું જનજીવન સ્થગિત થઈ જાય અને શહેરના લોકોને ખાવાનું પણ ન મળે.

નિરુપમે રવિવારે ઉત્તર ભારતીય સમાજના એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે ઉપર મુજબ જણાવ્યું હતું.

એમણે એમ પણ કહ્યું હતું કે ઉત્તર ભારતીય સમાજના લોકોને આવું પગલું ભરવાની ફરજ પાડવામાં આવવી ન જોઈએ. આ સમાજે કાયમ મહારાષ્ટ્ર પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરી છે.

નિરુપમે દેખીતી રીતે જ, પડોશના ગુજરાત રાજ્યમાં બળાત્કારની એક ઘટનાને પગલે ટોળાં દ્વારા હુમલાઓના બનાવો બનતાં ત્યાં વસતા ઉત્તર ભારતીય સમાજનાં હજારો લોકો ડરના માર્યા હિજરત કરી ગયાં છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]