મુંબઈઃ સાહિત્ય, કળા, સંગીત, સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે કાર્યરત કાંદિવલીની સંસ્થા ‘સંવિત્તિ’ દ્વારા તા. ૨૪ જૂનના શનિવારની સાંજે વાર્તાપઠનના એક નોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ‘નવી શૈલીની નવલિકાઓ’ શ્રેણી હેઠળ વિશ્વની શ્રેષ્ઠ નવલિકાઓના ગુજરાતી અનુવાદનું પઠન થશે. આ કાર્યક્રમનું સંકલન અને ભૂમિકા કવિ વિવેચક મૂકેશ વૈદ્ય દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે.
આ કાર્યક્રમ હેઠળ જે વાર્તા, લેખક અને અનુવાદકને સમાવી લેવાશે તે નીચે મુજબ છે.
1) કૂતરી – કોલેત -ગુલામ મોહમ્મદ શેખ, જેનું પઠન: ડૉ. પ્રિતી જરીવાલા કરશે.
2) ગામડાનો દાક્તર – ફ્રાન્ઝ કાફ્કા – પ્રબોધ ચોક્સી, જેનું પઠન ડૉ. કવિત પંડ્યા કરશે.
3) સાત પૈસા – ઝિગમોન્ડ મોરિત્સ – સુરેશ જોષી, જેનું પઠન વૈશાલી ત્રિવેદી કરશે
કાર્યક્રમનો દિવસ: શનિવાર, તા.૨૪/૦૬/૨૩,
સાંજે ૫.૩૦ થી ૭.૩૦. દરમિયાન.
સ્થળ: કે.ઈ.એસ. ઈન્ટરનેશનલ સ્કૂલ, ગ્રાઉન્ડ ફલોર, ઈરાની વાડી-નંબર-૪, એશિયન બેકરીની સામેની ગલીના બીજા છેડે, કાંદિવલી-વેસ્ટ.
આ કાર્યક્રમ નિ:શુલ્ક છે, સંસ્થા તરફથી રસિકજનોને આમંત્રણ છે.