મુંબઈમાં હૃદયદ્રાવક ઘટનાઃ પાંચ વર્ષની બાળકીનું અપહરણ, બળાત્કાર અને હત્યા

મુંબઈ – મધ્ય મુંબઈના માહિમ ઉપનગરમાં એક અજાણ્યા શખ્સે જેનું અપહરણ કર્યું હતું તે પાંચ વર્ષની બાળકી મૃત હાલતમાં મળી આવ્યા બાદ વિસ્તારનાં લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે.

પોલીસે કહ્યું કે બાળકી પર બળાત્કાર ગૂજારવામાં આવ્યો હતો.

એ બાળકી એક મજૂર પરિવારની હતી. માહિમના એલ.જે. રોડની બાજુમાં આવેલી એક ઝૂંપડપટ્ટીમાં તે રહેતી હતી. ગુરુવારે વહેલી સવારે લગભગ 3 વાગ્યાના સુમારે એ ઘરમાં એનાં પરિવારજનો સાથે સૂતી હતી ત્યારે એનું અપહરણ કરવામાં આવ્યું હતું. વહેલી સવારે જ્યારે બાળકીનાં પિતા જાગ્યા ત્યારે જોયું તો બાળકી લાપતા હતી. એમણે તરત જ પોલીસને જાણ કરી હતી. બાદમાં સવારે 10 વાગ્યાની આસપાસ એ જ એલ.જે. રોડ પર એક નિર્જન જગ્યામાં બાળકી મૃત હાલતમાં મળી આવી હતી.

સરકાર સંચાલિત જે.જે. હોસ્પિટલમાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને માલૂમ પડ્યું હતું કે એની પર બળાત્કાર કરવામાં આવ્યો હતો.

પોલીસે ફરિયાદ નોંધી છે અને તપાસ શરૂ કરી દીધી છે.

ગુનેગારને શોધવા માટે પોલીસે અનેક જવાનોની ટીમ તૈયાર કરી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]