મહારાષ્ટ્રમાં 57 નકલી ડોક્ટરોના એક ગ્રુપે 4 વર્ષ સુધી કર્યો દર્દીઓનો ઈલાજ!

મુંબઈ– મુંબઈમાં નકલી ડોક્ટરોનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. 57 બોગસ ડોક્ટરોના એક ગ્રુપનો પર્દાફાશ થયો છે. આ નકલી ડોક્ટરોનું ગ્રુપ છેલ્લા 4 વર્ષથી દર્દીઓની સારવાર કરી રહ્યું હતું. મહારાષ્ટ્ર મેડિકલ કાઉન્સિલ પાસેથી રજિસ્ટ્રેશન મેળવવા માટે 57 ડોક્ટરોના આ ગ્રુપે પોસ્ટ ગ્રેજ્યુએશનની બોગસ ડિગ્રી જમા કરાવી હતી. આ તમામ ડિગ્રીઓ એક જ મેડિકલ કોલેજના નામે હતી. તપાસમાં એવુ પણ સામે આવ્યું છે કે, મેડિકલ કોલેજમાં આ ડોક્ટરોનું ન તો કોઈ બેંચ હતી ન તો કોઈ ક્લાસ હતો.

કાઉન્સિલે તમામ ડોક્ટરોના પ્રેક્ટિસ કરવા માટેના લાઈસન્સને રદ્દ કરી દીધું છે. આ ડોક્ટરો સામે ઓક્ટોબર 2018માં એક એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે, આ મામલે સીપીએસના એક પૂર્વ વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી છે, જે વિદ્યાર્થીઓ પાસેથી પૈસા પડાવીને તેમના બદલામાં કોલેજની બોગસ ડિગ્રી આપવાનું કામ કરતો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, કોલેજ પાસેથી મેડિકલ સર્ટિફિકેટ અપાવવાના નામ પર ડો. સ્નેહલ ન્યાતિએ દરેક વિદ્યાર્થી પાસેથી 3થી 5 લાખ રૂપિયા લીધા હતો. પોલીસે જણાવ્યું કે પરીક્ષામાં નાપાસ થવા છતાં આ વ્યક્તિ વિદ્યાર્થીઓને ડિગ્રી આપવાનું આશ્વાસન આપતો હતો.

પોલીસે જણાવ્યું કે, તપાસમાં જાણવા મળ્યું છે કે, કેટલાક વિદ્યાર્થીઓને બોગસ ડિગ્રીના આધારે મહારાષ્ટ્ર મેડિકલ કાઉન્સિલનું રજિસ્ટ્રેશન પ્રાપ્ત થયું હતું. જેના આધારે તેમને મહારાષ્ટ્રમાં મેડિસિન પ્રેક્ટિસ કરવાની મંજૂરી મળી હતી.

તમને જણાવી દઈએ કે, આ કૌભાંડ પ્રથમ વખથ 2016માં સામે આવ્યું હતું, જ્યારે સીપીએસને મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના એક પોલીસ સ્ટેશન દ્વારા એક લેટર મળ્યો હતો. જેમાં કોલેજના એક વિદ્યાર્થીની ડિગ્રીની તપાસ કરવા કહેવામાં આવ્યું હતું. ત્યાર બાદ કોલેજે પોલિસને સૂચિત કર્યા હતાં કે, સંબંધિત પ્રમાણપત્ર બોગસ છે અને અમારી કોલેજ દ્વાર આ જારી કરવામાં નથી આવ્યું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]