મુંબઈ: આઈએનટી દ્વારા મુશાયરાનું આયોજન, કલાપી અને શયદા એવૉર્ડની જાહેરાત

મુંબઈમાં ભારતીય વિદ્યાભવન ચોપાટી ખાતે આઈએનટી દ્વારા મુશાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ કલાપી અને શયદા એવોર્ડની જાહેરાત પણ કરવામાં આવી છે.

કવિ યોગેશ જોષી અને હર્ષવી પટેલ

છેલ્લા ૭૬ વર્ષથી વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને ૬૬ વર્ષથી પારંપરિક મુશાયરા પ્રવૃત્તિને જીવંત રાખવામાં ઈન્ડિયન નેશનલ થિયેટરનો ફાળો મહત્ત્વનો રહ્યો છે. ગઝલ-સાહિત્યને પ્રોત્સાહન આપવા પ્રત્યેક વરસે શાયરને એવૉર્ડ આપી બિરદાવવાની શરૂઆત ૧૯૯૭માં થઈ હતી.

આઈએનટી આદિત્ય બિરલા સેન્ટર ફૉર પરફૉર્મિંગ આર્ટ્સ દ્વારા વર્ષ ૨૦૨૫ માટે કાવ્યપ્રતિભા અને કાવ્યપ્રદાનને ધ્યાનમાં લઈને અપાતો કલાપી એવૉર્ડ કવિ યોગેશ જોષી તથા યુવા શાયરો માટેનો શયદા એવૉર્ડ હર્ષવી પટેલને જાહેર કરવામાં આવે છે. જ્યુરી તરીકે હર્ષ બ્રહ્મભટ્ટ, ઉદયન ઠક્કર અને હિતેન આનંદપરાએ ફરજ બજાવી છે.

પારિતોષિક અર્પણ સમારંભનું આયોજન ૧૪ ઑગસ્ટે સાંજે ૭.3૦ કલાકે ભારતીય વિદ્યાભવન ચોપાટી ખાતે થયેલ છે. આ પ્રસંગે આયોજિત મુશાયરામાં બંને વિજેતા કવિઓની સાથે જવાહર બક્ષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ભરત વિંઝુડા, કુણાલ શાહ અને સંચાલક મુકેશ જોષી ભાગ લેશે.