મુંબઈ: હેલમેટ વગર બાઈક ચલાવવું, ઝડપી ગતિએ વાહન ચલાવવું, નશામાં વાહન ચલાવવું, વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો જેવા અનેક નિયમોના ઉલ્લંઘનથી ગંભીર દુર્ઘટના થાય છે. ઘણીવાર તો કેટલાક લોકોને જીવ ગૂમાવવો પડે છે તો ક્યારેક લોકો ગંભીર રીતે ઘાયલ થાય છે. એવામાં સામે આવ્યું છે કે વારંવાર લોકોને જાત કર્યા પછી પણ વાહનચાલકો નિયમોનો ભંગ કરી રહ્યાં છે.
ગત નાણાકિય વર્ષ એટલે કે 2023-24માં પરિવહન વિભાગ અને પોલીસ વિભાગની સંયુક્ત કાર્યવાહીના પરિણામરૂપે 2263 વાહન માલિકોના લાઈસન્સ રદ્દ કરી દીધા છે. મુંબઈમાં હેલમેટ વિના બાઈક ચલાવવું સામાન્ય છે. આ સાથે જ સિગ્નલ તોડવું, ક્ષમતાથી અધિક માલ લઈ જવો, યાત્રી વાહનોથી માલ લઈ જવો સહિતની સમસ્યાઓ છે. આના પર કોઈ કડક કાર્યવાહી ન કરાતા વાહન માલિક નિયમોનું ઉલ્લંઘન કરી બેદરકારીપૂર્વક વાહન ચલાવે છે.
જોકે,વર્ષ 2023-24માં પરિવહન વિભાગે કડક કાર્યવાહી કરી વાહન માલિકોના લાઈસન્સ નિલંબિત કરી દીધા છે. આ સિવાય જ્યારે ગત વર્ષમાં કુલ 10,500 રિક્ષા ટેક્સી વાહનોની તપાસ કરાઈ તો 3400 ઓટોચાલક દોષી જાહેર થયા. તેમની પાસેથી 61.05 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. આ પ્રકાર 858 મામલાઓમાં લાઈસન્સ રદ્દ કરવામાં આવ્યાં.
ઓટો રિક્ષા દ્વારા માલનું પરિવહન કરનારા લોકોના 1625 મામલાઓ સામે આવ્યાં છે.જેમની પાસેથી 29.74 લાખ રૂપિયા વસૂલ કરવામાં આવ્યાં. આ સાથે જ જ્યારે 601 યાત્રી બસોની તપાસ કરાઈ તો 185 વાહન ગેરકાયદેસર યાત્રી પરિવહનના મામલમાં જાહેર થયા. એમની પાસેથી 56.26 લાખની વસૂલી કરવામાં આવી. આ ઉપરાંત જ્યારે સ્કૂલ બસ અને વિદ્યાર્થીને લઈ જનારા અન્ય વાહનો સહિત 1793 વાહનોની તપાસ કરતા સામે આવ્યું કે 335 વાહનોએ નિયમોનો ભંગ કર્યો છે. એમની પાસેથી 14.02 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો. આ માહિતી પરિવહન વિભાગે આપી છે.