મુંબઈ: 55માંથી 13 મૉલ ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યા

મુંબઈ ફાયર બ્રિગેડ (MFB)એ મુંબઈના 55 મૉલનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને જાણવા મળ્યુ કે તેમાંથી 13 મૉલ ફાયર સેફ્ટી અધિનિયમનું પાલન નથી કરી રહ્યાં. એ નિરીક્ષણ રાજકોટના એક મૉલમાં ગેમિંગ ઝોનમાં લાગેલી આગ બાદ શરૂ કરવામાં આવ્યું. રાજકોટ આગ દુર્ઘટનામાં 28 લોકોના મોત થયા છે.

MFBએ ખુલાસો કર્યો કે આ 13 મૉલને નગર નિકાય તરફથી નોટીસ મોકલવામાં આવશે. તેણે આગામી 30 દીવસની અંદર ફાયર સેફ્ટીને લઈ વિવરણ મોકલવું પડશે. આ સાથે જ એ મૉલને પણ નોટીસ મોકલવામાં આવી છે જ્યાં ફાયર સેફ્ટી મશીન કામ ન કરી રહ્યાં હોય અથવા તો તેને સમારકામની જરૂર હોય.

મુંબઈમાં 69 મૉલ છે, જોકે, તેમાંથી ત્રણ વર્તમાનમાં વિભિન્ન કારણોસર બંધ છે. સ્કૂલમાં ઉનાળુ વેકેશનને કારણે શહેરના મૉલમાં ટ્રાફિર વધી ગયો છે. મૉલની ફાયર સેફ્ટીનું નિરીક્ષણ કરવા માટે એમએફબીએ રવિવારે 19મેના રોજ નિરીક્ષણ પ્રક્રિયા શરી કરી હતી.

નિરીક્ષણ દરમિયાન સામે આવ્યું કે કેટલાક મૉલમાં ફાયર સેફ્ટીની સુવિધા વગર ચાલી રહ્યા હતાં.ઉદાહરણ તરીકે કેટલાક મૉલમાં ફાયર સેફ્ટીમાં માત્ર એક જૉકી પંપ હતો, જેને પણ સમારકામની જરૂર હતી. એ બાબત પર ધ્યાન આપવું જરૂરી છે દરેક મૉલ પાસે ફાયર NOC હોય. પરંતુ એ મૉલ ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યા કારણ કે તે ફોર્મ બી પ્રદાન કરવામાં નિષ્ફળ રહ્યાં.

ફોર્મ બી અગ્નિ અધિનિયમ હેઠળ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. જેને દર છ મહીને રિન્યુ કરાવવાની આવશ્યકતા હોય છે. જેમાં વર્તમાન ફાયર સેફ્ટી અંગે તમામ માહિતી ઉપલ્બધ હોય છે. NOC હોવા છતાં મૉલે દર છ મહીને ફાયર સેફ્ટીનો ડેટા અપડેટ કરવો અનિવાર્ય છે.

ફાયર સેફ્ટીનું ઉલ્લંઘન કરનાર મૉલ એચ વેસ્ટ વોર્ડમાં વધારે છે, જેમાં બાંન્દ્રા, સાન્તાક્રુઝ અને ખારનો સમાવેશ થાય છે. આ વૉર્ડમાં ત્રણ મૉલ નિયમોનું ઉલ્લંઘન કરતા સામે આવ્યા. ત્યાર બાદ ડી વૉર્ડ, પી/સાઉથ વોર્ડ અને આર/સેન્ટ્રલ વોર્ડ છે, જેમાંથી બે મૉલ ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરતા દેખાયા છે. નિરીક્ષણી કામગીરી પૂર્ણ થયા બાદ નાગરિક પ્રાધિકરણ એ મૉલને નોટીસ મોકલશે જે અત્યાર સુધીમાં નિયમોનું ઉલ્લંઘન કરતા સામે આવ્યાં છે.