વડોદરામાં મોરબી જેવી ઘટના, હરણી તળાવમાં બોટ પલટી જતા 14 ના મોત

વડોદરાના હરણી તળાવમાં ગોઝારી ઘટના બની છે. જેમાં હરણી તળાવમાં વિદ્યાર્થીઓ ભરેલી બોટ ડૂબતા 14 લોકોના મોત થયા હોવાની વિગતો સામે આવી રહી છે. જેમાં વડોદરાની જાનવી હોસ્પિટલમાં 9 ના મોત થયા છે જ્યારે સયાજી હોસ્પિટલમાં 3 ના મોત થયા છે. આ અંગેની માહિતી અનુસાર વાઘોડિયા રોડની સનરાઈઝ સ્કુલના વિદ્યાર્થીઓ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. આ અંગેનો સૌથી મોટો ચોંકવાનારો ખુલાસો સામે આવી રહ્યો છે જેમાં બોટમાં 20 થી વધુ વિદ્યાર્થીઓ સવાર હતા. તેમજ બોટિંગ સમયે લાઈફ જેકેટ પહેર્યા ન હતા. વડોદરાના કલેક્ટર એ.બી ગોરે જણાવ્યું હતું કે, હાલમાં 23 ભુલકાઓ અને 4 શિક્ષકો હતા. તેમાંથી 11ને બચાવી લેવામાં આવ્યા છે. સાત બાળકો હોસ્પિટલમાં છે અને સુરક્ષિત છે. આ તરફ અહેવાલ અનુસાર 5 થી વધુ વિદ્યાર્થીઓ હજૂ લાપતા હોવાની વિગતો સામે આવી છે. તેમજ 9 વિદ્યાર્થીને જ્હાનવી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.


આ અંગેની માહિતી અનુસાર, વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી ગઈ હોવાની વિગતો સામે આવી છે. બોટિંગ સમયે દુર્ધટના બની હતી. એટલું જ નહીં બોટિંગ સમયે લાઈફ જેકેટ પહેર્યા ન હોવાની પણ માહિતી સામે આવી છે. આ સાથે જ તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. ફાયર બ્રિગેડ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી છે.
અત્યાર સુધીમાં 14 લોકોના મોત

તેમજ દુર્ઘટનામાં કુલ 14 લોકોના મોત થયા હોવાની વિગતો સામે આવી રહી છે. બોટમાં ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓ સવાર હતા. તેમજ ક્રેનથી વિદ્યાર્થીઓની બચાવ કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. સૌથી મોટો ચોંકવાનારો ખુલાસોએ છેકે, બાળકોને લાઇફ જેકેટ ન્હોતા પહેરાવ્યા હતા. આ દુર્ઘટના અંગે CM ભૂપેન્દ્ર પટેલે વડોદરા દુર્ઘટનામાં સંવેદના વ્યક્ત કરી છે. તેમજ નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના છે. બાળકોના પરિવાર પ્રત્યે સંવેદના છે. તંત્ર દ્વારા હાલ બચાવ કામગીરી ચાલુ છે. ભોગ બનનારને રાહત સારવાર માટે સૂચના અપાઈ છે.