તાપી: આદિવાસી વિસ્તાર સોનગઢમાં ગુણસદા ગામે મોરારીબાપુએ કથાના આરંભે બાપુએ સનાતન ધર્મનો મહિમા દર્શાવી આદિવાસીઓને સ્વધર્મમાં પરત ફરવા વિનય કર્યો હતો. ફિલ્મની પંક્તિઓ ગણગણાવી હતી કે, આ લૌટ કે આજા મેરે મિત.. તુજે મેરે ગીત બુલાતે હૈ..હજી મોડું નથી થયું પાછા આવી જઇએ.ગયા વર્ષે આદિવાસી ધરમપુરના ખાંડા ગામે આયોજિત કથામાં મોરારીબાપુએ કહ્યું હતું કે હવેથી દર વર્ષે હું તમારી પાસે રામ કથા લઈને આવીશ. આ જ અનુસંધાને આ વર્ષે આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. મોરારીબાપુએ આજની કથામાં આવતા વર્ષે પણ કથા લઈને આવીશ એવી ઘોષણા કરી હતી. મોરારીબાપુએ કહ્યું કે આ કથા તમારી છે. તમારા માટે છે, તમારા કારણે છે ને તમારા વડે છે. કથાનો મુખ્ય વિષય માનસ રામકથા છે.
(અરવિંદ ગોંડલિયા – સુરત)
