અમદાવાદમાં આજે સવારથી જ મેઘમહેર : 3 કલાકમાં પોણો ઈંચ વરસાદ

અમદાવાદ: શહેરમાં આજે સવારથી જ ચોમાસાનો મિજાજ જોવા મળ્યો છે. સવારે 6:00 થી 9:00 વાગ્યા સુધીના માત્ર 3 કલાકના સમયગાળામાં જ શહેરમાં સરેરાશ 21.84 મીમી (પોણો ઈંચ) વરસાદ નોંધાયો છે. આજના આંકડા સાથે ચાલુ સિઝનમાં અમદાવાદ શહેરનો કુલ વરસાદ વધીને 428.93 મીમી (16.89 ઇંચ) પર પહોંચી ગયો છે.સેન્ટ્રલ ઝોનમાં સૌથી વધુ વરસાદ

સવારના 6 થી 9 વાગ્યા દરમિયાન શહેરના તમામ ઝોનમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો, જેમાં સેન્ટ્રલ ઝોનમાં સૌથી વધુ 32.50 મીમી વરસાદ ખાબક્યો છે. ઝોનવાર વરસાદના આંકડા નીચે મુજબ છે:

  • સેન્ટ્રલ ઝોન: 32.50 મીમી

  • ઉત્તર ઝોન: 27.40 મીમી

  • પૂર્વ ઝોન: 23.13 મીમી

  • દક્ષિણ ઝોન: 22.00 મીમી

  • ઉત્તર-પશ્ચિમ ઝોન: 17.29 મીમી

  • પશ્ચિમ ઝોન: 16.50 મીમી

  • દક્ષિણ-પશ્ચિમ ઝોન: 14.07 મીમી

આ વિસ્તારોમાં સૌથી વધુ મેઘમહેર

શહેરના અલગ-અલગ વિસ્તારોની વાત કરીએ તો સવારના તબક્કામાં અસારવા વિસ્તારમાં સૌથી વધુ 44 મીમી વરસાદ નોંધાયો છે. આ સિવાય અન્ય વિસ્તારો જ્યાં નોંધપાત્ર વરસાદ થયો છે,

  • અસારવા: 44.00 મીમી

  • વિરાટનગર: 38.00 મીમી

  • કાલુપુર: 36.50 મીમી

  • મેમ્કો: 36.50 મીમી

  • ચકુડિયા મહાદેવ: 34.00 મીમી

સવાર-સવારમાં જ ધોધમાર વરસાદ વરસતા નોકરી-ધંધે નીકળેલા વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે બીજી તરફ વાતાવરણમાં ભેજ અને ગરમીમાંથી રાહત મળી છે.