છોટા ઉદેપુર : ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તો બીજી તરફ પક્ષપલટો પણ યથાવત છે. ગુજરાત ચૂંટણી પહેલા એક પછી એક અનેક વળાંકો આવી રહ્યા છે. ત્યારે હાલ કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. છોટા ઉદેપુરના કોંગ્રેસના ધારાસભ્ય મોહન સિંહ રાઠવાએ કોગ્રેસના તમામ હોદાઓ પરથી રાજીનામું આપી દીધું છે. તેમજ તેમણે પણ હવે ભાજપનો ખેસ ધારણ કર્યો છે.
LIVE: પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil ના નેતૃત્વમાં કોંગ્રેસના ધારાસભ્યશ્રી અને તેમના સમર્થકોનું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત | સ્થળ: ભાજપ મીડિયા સેન્ટર, અમદાવાદ https://t.co/VXzpxS3Zg5
— BJP Gujarat (@BJP4Gujarat) November 8, 2022
સુખરામ રાઠવા પણ કોંગ્રેસ છોડે તેવી શક્યતા
ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને ભાજપનો હાથ પડક્યો છે. તેમજ જેતપુર પાવી મત વિસ્તારમાંથી મોહનસિંહ રાઠવાના પુત્ર રાજુ રાઠવા ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી શકે છે. તો સાથે સાથે એવી પણ માહિતી મળી રહી છે વિપક્ષના અનેતા સુખરામ રાઠવા પણ કોંગ્રેસ છોડી શકે છે અને તેની સાથે તલાલાના ધારાસભ્યભગા બારડ પણ કોંગ્રેસ છોડી શકે છે.
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષને પત્ર લખીને આપ્યું રાજીનામું
છોટા ઉદેપુરના કોંગ્રેસન ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરને પત્ર લખીને રાજીનામુ આપ્યું છે. મોહનસિંહ રાઠવાએ જગદીશ ઠાકોરને પત્ર લકીને કહ્યું કે, હું મોહનસિંહ રાઠવા ધારાસભ્ય, છોટા-ઉદેપુર-137 ધારાસભ્ય તેમજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના સભ્ય પદ સહિતના તમામ હોદ્દા પરથી રાજીનામું આપુંછું, જે સ્વીકારવા વિનંતી.