AAPની 12મી યાદી જાહેર, દહેગામની બેઠક પરથી સુહાગ પંચાલ ચૂંટણી લડશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખની જાહેરાત બાદ તમામ પાર્ટીઓ હવે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીએ આજે ઉમેદવારોનું 12મું લિસ્ટ જાહેર કર્યું છે. જેમાં વધુ 7 નામોની જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટી 158 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં વિદ્યાર્થીઓના નેતા યુવરાજસિંહ જાડેજાને રીપ્લેસ કરી દેવામાં આવ્યા છે. યુવરાજસિંહની જગ્યાએ હવે સુહાગ પંચાલનું નામ જાહેર કરવામાં આવ્યું છે.

દહેગામ બેઠક પરથી યુવરાજસિંહનું નામ પરત ખેંચ્યું

આમ આદમિ પાર્ટીએ ઉમેદવારોની 12મી યાદી જાહેર કરી છે જેમાં યુવરાજસિંહ જડેજાનું ક્યાંય નામ જોવા મળ્યુ નથી. ત્યારે આમ આદમી પાર્ટીએ દહેગામથી યુવરાજસિંહ જાડેજાના બદલે સુહાગ પંચાલના નામની જાહેરાત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ યુવરાજસિંહને 7 વિધાનસસભા બેઠકોની જવાબદારી સોંપાઈ છે. થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીએ જાહેર કરેલી યાદીમાં દહેગામ બેઠક પરથી યુવરાજસિંહના નામની જાહેરાત થઈ હતી.

આપની 12મી યાદી જાહેર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આજે આમ આદમી પાર્ટી દ્વારા 12 મી યાદીમાં વધુ સાત ઉમેદવારનો નામ જાહેર કરવામાં આવ્યા છે. આ યાદીમાં અંજારથી અર્જુન રબારી, ચાણસ્માથી વિષ્ણુભાઈ પટેલ, દહેગામથી સુહાગ પંચાલ, લીંબડીથી મયુર સાકરિયા, ફતેપુરાથી ગોવિંદ પરમાર, સયાજીગંજથી શ્વેતલ વ્યાસ અને ઝઘડિયાથી ઉર્મિલા ભગતને ટિકિટ આપવામાં આવી છે.