કાશ્મીરની જેમ જમ્મુમાં પણ આતંકવાદીઓનો ખાત્મો થશે!

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોમાં આતંકવાદી ઘટનાઓ બાદ મોદી સરકાર હવે એક્શન મોડમાં આવી છે. આજે (16 જૂન), કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે નવી દિલ્હીમાં જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાને લઈને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ દરમિયાન ગૃહ પ્રધાન શાહે એજન્સીઓને એરિયા ડોમિનેશન પ્લાન અને જમ્મુ ડિવિઝનમાં ઝીરો ટેરર ​​પ્લાન દ્વારા કાશ્મીર ખીણમાં મળેલી સફળતાઓનું પુનરાવર્તન કરવાનો નિર્દેશ આપ્યો હતો.

ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, રવિવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અમિત શાહ ઉપરાંત NSA અજીત ડોભાલ પણ હાજર હતા. ગૃહમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે મોદી સરકાર નવી રીતોથી આતંકવાદીઓ પર કાર્યવાહી કરીને એક ઉદાહરણ સ્થાપિત કરવા પ્રતિબદ્ધ છે.

શું કહ્યું ગૃહમંત્રી અમિત શાહે?

બેઠકમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે તમામ સુરક્ષા એજન્સીઓને મિશન મોડમાં કામ કરવા અને સંકલિત રીતે ઝડપી પ્રતિસાદ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો. ગૃહમંત્રીએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ સામેની લડાઈ તેના નિર્ણાયક તબક્કામાં છે.