આર્જેન્ટિનાના કેપ્ટન અને વિશ્વના મહાન ફૂટબોલરોમાંના એક લિયોનેલ મેસ્સીએ ફરી એકવાર FIFA 2022નો ‘ધ બેસ્ટ પ્લેયર’ એવોર્ડ જીત્યો છે. તાજેતરમાં રમાયેલા ફિફા વર્લ્ડ કપમાં મેસ્સીએ આર્જેન્ટિનાને ખિતાબ અપાવ્યો હતો. વર્લ્ડ કપમાં પોતાના પ્રદર્શનથી બધાના દિલ જીતનાર મેસ્સીએ આ એવોર્ડ પોતાના નામે કર્યો. આ સિવાય વર્લ્ડ કપ વિજેતા ટીમના કોચ લિયોનેલ સ્કોલોનીને બેસ્ટ કોચનો એવોર્ડ મળ્યો હતો.
What a night! 😍
Congratulations to all the winners at this year's #TheBest FIFA Football Awards 🏆
Find out who won in each category at the awards ceremony in Paris:
— FIFA (@FIFAcom) February 27, 2023
2016માં શરૂ થયેલો આ એવોર્ડ મેસ્સી બે વખત જીતી ચૂક્યો છે. આ સિવાય ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને રોબર્ટ લેવાન્ડોસ્કી પણ 2-2 વખત આ એવોર્ડ જીતી ચૂક્યા છે. લુકા મેડ્રિક પણ એકવાર આ એવોર્ડ જીતી ચૂક્યો છે. આ વખતે મેસ્સીએ ફ્રાન્સના કાયલિયાન એમ્બાપ્પે અને કરીમ બેન્ઝેમાને હરાવીને આ એવોર્ડ જીત્યો હતો. એવોર્ડ જીત્યા બાદ મેસ્સીએ પોતાના સોશિયલ મીડિયા દ્વારા એવોર્ડની તસવીરો શેર કરી ચાહકો અને દરેકનો આભાર માન્યો હતો.
🏆 𝗠𝗘𝗦𝗦𝗜 🏆
#TheBest FIFA Men’s Player Award 2022 goes to Lionel Messi! 🇦🇷 pic.twitter.com/HXEugVH1t9— FIFA World Cup (@FIFAWorldCup) February 27, 2023
આર્જેન્ટિનાના ચાહકોને બેસ્ટ ફેન્સનો એવોર્ડ મળ્યો
આર્જેન્ટિનાના નામે પુરસ્કારોની સિલસિલો અહીં ખતમ નથી થયો. ટીમને સપોર્ટ કરનારા ચાહકોને ‘બેસ્ટ ફેન્સ’નો એવોર્ડ આપવામાં આવ્યો હતો. ગત વર્લ્ડ કપમાં પણ ચાહકોએ તેમની ટીમને શાનદાર સમર્થન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, લિયોનેલ મેસ્સીના નામે 7 વખત બેલોન ડી’ઓર એવોર્ડ જીતવાનો રેકોર્ડ છે. પરંતુ ગયા વર્ષે આ એવોર્ડ ફ્રાન્સના કરીમ બેન્ઝેમાના નામે હતો. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને આ એવોર્ડ માટે સૌથી વધુ વખત નોમિનેટ કરવામાં આવ્યો છે.
On top of the world. 💫
@alexiaputellas has been crowned #TheBest FIFA Women’s Player 2022! pic.twitter.com/Wtcgg8SUmO— FIFA Women's World Cup (@FIFAWWC) February 27, 2023
ફિફા એવોર્ડ વિજેતા
- શ્રેષ્ઠ પુરૂષ ખેલાડી – લિયોનેલ મેસ્સી (આર્જેન્ટિના).
- શ્રેષ્ઠ મહિલા ખેલાડી – એલેક્સિયા પુટેલાસ (સ્પેન).
- શ્રેષ્ઠ પુરૂષ ગોલકીપર – એમિલિયાનો માર્ટિનેઝ (આર્જેન્ટિના).
- શ્રેષ્ઠ મહિલા ગોલકીપર – મેરી ઇર્પ્સ (ઇંગ્લેન્ડ).
- શ્રેષ્ઠ પુરૂષ કોચ – લાયોનેલ સ્કોલોની (આર્જેન્ટિના).
- શ્રેષ્ઠ મહિલા કોચ – સરીના વિગમેન (ઈંગ્લેન્ડ).
- ફીફા પુસ્કાસ એવોર્ડ – સરીના વિગમેન (પોલેન્ડ).
- ફિફા ફેર પ્લેયર એવોર્ડ – લુકા લોચાશવિલી (જ્યોર્જિયા).
- ફિફા ફેન એવોર્ડ – આર્જેન્ટીનાના ચાહકો.