અમદાવાદઃ ઇઝરાયેલ અને ઇરાન યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રીથી ઘરેલુ બજારો સહિત ઘરેલુ બજારોમાં પર પણ પડી હતી. જેશી સેન્સેક્સ અને નિફ્ટી ઘટીને બંધ રહ્યા હતા. મિડકેપ ને સ્મોલકેપ શેરોમાં પણ નીચલા સ્તરોમાં રિકવરી જોવા મળી હતી. યુદ્ધ જેવી સ્થિતિથી ડિફેન્સ શેરોમાં લેવાલી જોવા મળી હતી. IT, ઓટો અને FMCG શેરોમાં ઘટાડો થયો હતો. બેન્કિંગ અને ફાર્મા શેરોમાં પણ વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. બજાર ઘટ્યા છતાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 8000 કરોડનો વધારો થયો હતો.
બજારમાં ઇન્ટ્રાડે રિકવરી જોવા મળી હતી, પરંતુ એ ટકી નહોતી શકી. નિફ્ટી 25,000ની નીચે બંધ આવ્યો હતો. વૈશ્વિક ક્રૂડ ઓઇલ માર્કેટમાં ક્રૂડ ઓઇલ પ્રતિ બેરલ 77 ડોલરની નીચે સરકતાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ અને પેઇન્ટ શેરોમાં રિકવરી જોવા મળી હતી.
અમેરિકા અને ઇરાન સાથેના યુદ્ધમાં જોડાતાં મિડલ ઇસ્ટમાં યુદ્ધ લાંબું ખેંચાવાની શક્યતા છએ. જેથી ઓઇલની કિંમતોમાં વધારો થવાનો અંદેશો છે. આ યુદ્ધમાં ટિંતા એ વાતની છે કે હોર્મુઝ જલડમરુ મધ્યને બંધ કરી શકે છે. એના દ્વારા વિશ્વમાં ઓઇલ અને ગેસનો આશરે 20થી 25 ટકા સપ્લાય થાય છે. એના લીધે નેચરલ ગેસ અને ઓઇલની કિંમતોમાં ભારે ઉછાળો આવવાની વકી છે.
