મુંબઈ: ભારતીય અભિનેતા અને ફિલ્મ નિર્દેશક મનોજ કુમારે 87 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે. તેઓ ખાસ કરીને તેમની દેશભક્તિ આધારિત ફિલ્મો માટે જાણીતા હતા. બોલીવુડ અને સમગ્ર દેશ તેમને ભારત કુમારના નામે પણ ઓળખતો હતો. તેમણે કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.
#WATCH | Indian actor and film director Manoj Kumar, particularly known for his patriotic films, passes away at the age of 87 in Mumbai
Glimpses from the life of Manoj Kumar including the 63rd National Films Awards, where he received the 47th Dadasaheb Phalke Award from… pic.twitter.com/CA0DPVoWIl
— ANI (@ANI) April 4, 2025
બોલિવૂડ અને ચાહકોમાં શૉકની લાગણી
મનોજ કુમારના નિધનના સમાચાર સાંભળીને બોલિવૂડમાં શોકની લાગણી જોવા મળી રહી છે. તમામ ફેન્સ અને સેલિબ્રિટીને પણ આ સમાચાર સાંભળી આઘાત લાગ્યો છે. લોકો તેમના નિધન પર શૉક વ્યક્ત કરી રહ્યા છે.
#WATCH | Veteran actor Manoj Kumar passed away at the Kokilaben Dhirubhai Ambani Hospital early this morning at around AM.
His son, Kunal Goswami, says, “…He has had health-related issues for a long time. It’s the grace of the god that he bid adieu to this world peacefully.… pic.twitter.com/ElDsttocMM
— ANI (@ANI) April 4, 2025
કઇ કઈ ફિલ્મોમાં કામ કર્યું હતું
મનોજ કુમારે સહારા, ચાંદ, હનીમૂન, પૂરબ ઔર પશ્ચિમ, નસીબ, મેરી આવાજ સુનો, નીલ કલમ, ઉપકાર, પથ્થર કે સનમ, પિયા મિલન કી આસ, સુહાગ સુંદર, રેશમી રુમાલ જૈવી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમને નેધનલ એવોર્ડ, પદ્મ શ્રી અને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી પણ સન્માનિત કરાયા હતા.
#WATCH | Maharashtra | Visuals from outside of the residence of Indian actor and film director Manoj Kumar, who passes away at the age of 87 in Mumbai pic.twitter.com/rDeDIJ70rN
— ANI (@ANI) April 4, 2025
1957માં ડેબ્યૂ
દિગ્ગજ અભિનેતાએ 1957માં ફિલ્મ ફેશનથી અભિનયની શરૂઆત કરી હતી. 1965નું વર્ષ તેમની કારકિર્દી માટે એક મોટું ગેમચેન્જર સાબિત થયું હતું. એ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ શહીદએ તેમના કરિયરને વધુ મજબૂતી આપી. આ પછી તેમણે ક્યારેય પાછળ વળીને જોયું નહીં. ભૂમિકા ગમે તે હોય, તે રૂપેરી પડદે પાત્રને જીવી બતાવતા હતા.
