અભિનેત્રી માનવી ગગરૂ લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. તેણે તેના બોયફ્રેન્ડ એક્ટર અને કોમેડિયન કુમાર વરુણ સાથે લગ્ન કર્યા છે. લગ્નનો ખુલાસો અભિનેત્રીએ પોતે સોશિયલ મીડિયા પર કર્યો છે. તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વરુણ સાથેના લગ્નની કેટલીક ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
View this post on Instagram
માનવીએ અચાનક પોતાના લગ્નના ફોટા શેર કરીને સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી દીધી છે. અભિનેત્રીના લગ્નની તસવીરો જોઈને તમામ ચાહકો ચોંકી ગયા છે. વાસ્તવમાં માનવીએ વરુણ સાથે લગ્ન કર્યા છે. આ દંપતીના લગ્ન એક લોકી સેરેમની હતી. લગ્નમાં બંનેના પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા.
તેમના લગ્નની તસવીરો શેર કરતા માનવીએ કેપ્શનમાં લખ્યું, ‘આજે 23મી ફેબ્રુઆરી 2023ની આ પેલિન્ડ્રોમ તારીખે અમે અમારા નજીકના મિત્રો અને પરિવારજનોની હાજરીમાં તેને સત્તાવાર બનાવ્યું.’ લગ્નના ફોટામાં માનવી બ્રાઈટ રેડ સાડી પહેરીને સુંદર લાગી રહી છે. બીજી તરફ વરુણે ક્રીમ કલરની શેરવાની પહેરી છે, જેમાં તે હેન્ડસમ લાગી રહ્યો છે.
માનવી અને વરુણના લગ્નના સમાચાર સામે આવતાં ચાહકો ખૂબ જ ખુશ છે. ચાહકો કપલના લગ્નની તસવીરો પર પ્રેમ વરસાવી રહ્યા છે અને તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે. જણાવી દઈએ કે બંને ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. હવે તેઓએ તેમના સંબંધોને આગળ વધાર્યા છે અને એકબીજા સાથે લગ્ન કર્યા છે. તસવીરોમાં બંને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે.
