મુંબઈ: મે મહિનાના પહેલા દિવસે LPG ગેસ સિલિન્ડરના નવા ભાવ જાહેર થયા છે. ઇન્ડિયન ઓઇલે LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. 19 કિલોગ્રામના કોમર્શિયલ LGP સિલિન્ડરના ભાવમાં 17 રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે.
અહેવાલ મુજબ આજે 19 કિલોગ્રામના કોમર્શિયલ LGP સિલિન્ડરનો ભાવ મુંબઈમાં 1713.50 રૂપિયાને બદલે 1699 રૂપિયા થયો છે, કોલકાતામાં ભાવ 1868.50 રૂપિયાને બદલે 1851.50 રૂપિયા થયો છે, ચેન્નઈમાં ભાવ 1921.50 રૂપિયાને બદલે 1906.50 રૂપિયા થયો છે, દિલ્હીમાં નવો ભાવ 1747.50 થયો છે. અમદાવાદમાં નવો ભાવ 1765.50 રૂપિયા છે.19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ઉપયોગ હોટેલ, રેસ્ટોરાં, કેટરર્સ વગેરે માટે થાય છે. આવા કિસ્સામાં હોટેલ, રેસ્ટોરાં માલિકોને ફાયદો થઇ શકે છે. સરકારે 14.2 કિલોગ્રામના ડોમેસ્ટિક LPG સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. આજે 1 મે, 2025ના રોજ, ઘરેલુ LPG સિલિન્ડર દિલ્હીમાં 853 રૂપિયામાં, કોલકાતામાં 879 રૂપિયામાં, મુંબઈમાં 852.50 રૂપિયામાં અને ચેન્નાઈમાં 868.50, અમદાવાદમાં 860 રૂપિયામાં ઉપલબ્ધ છે.
ડોમેસ્ટિક LPG સિલિન્ડરના ભાવ 8 એપ્રિલે અપડેટ કરવામાં આવ્યા હતા. ત્યારે સરકારે ભાવમાં 50 રૂપિયાનો વધારો કર્યો હતો. લગભગ એક વર્ષ પછી આ વધારો કરવામાં આવ્યો હતો.
અહેવાલ મુજબ દેશમાં કુલ 329 કરોડ એલપીજી કનેક્શન છે. આમાંથી 10.33 કરોડ ઉજ્જવલા યોજના 300 રૂપિયા ઓછા ભાવે સિલિન્ડર મળે છે. દક્ષિણનાં રાજ્યો (જેમ કે તામિલનાડુ, આંધ્ર પ્રદેશ)માં, રાજ્ય યોજનાઓ પહેલાથી જ ચાલી રહી હોવાથી, ઉજ્જવલા યોજના હેઠળ ફક્ત 10 ટકા લાભાર્થીઓ જ છે.
