Election Result: મુંબઈમાં એકમાત્ર ગુજરાતી ઉમેદવારની શું છે સ્થિતિ?

મુંબઈમાં કુલ 6 લોકસભાની બેઠક પરના તમામ ઉમેદવારોમાં માત્ર એક જ ગુજરાતી ઉમેદવાર છે, મિહિર કોટેચા. મુંબઈ ઉત્તર-પૂર્વ બેઠક પર ભાજપના મિહિર કોટેચા અને કોંગ્રેસના સંજય દીના પાટીલ વચ્ચે લડાઈ છે.

થોડા સમય પહેલા મુંબઈ નોર્થ ઈસ્ટમાં ભાજપના મિહિર કોટેચા 3,190 વોટથી આગળ હતાં. જ્યારે હવે સ્થિતિમાં ફેરફાર જોવા મળ્યો. મુંબઈ નોર્થ ઈસ્ટમાંથી શિવસેના (UBT)ના ઉમેદવાર સંજય દિના પાટીલ 2,049,91 મતો સાથે 11,407 મતોથી આગળ છે. જ્યારે ભાજપના ઉમેદવાર મિહિર કોટેચા 1,935,85 મતોથી પાછળ છે.

મુંબઈ નોર્થ બેઠક પર પિયુષ ગોયલ 87,079 મતોથી આગળ છે; કોંગ્રેસના ભૂષણ પાટીલ પાછળ ચાલી રહ્યા છે.જલગાંવ લોકસભા સીટ પર ભાજપના ઉમેદવાર સ્મિતા વાઘ શિવસેના (UBT)ના ઉમેદવાર કરણ પાટીલ-પવારથી 78,801 મતોથી આગળ છે.

NCP-SCP પાર્ટીના ઉમેદવાર સુપ્રિયા સુલે 12,000 થી વધુ મતોથી આગળ છે. સમર્થકોએ ઉજવણી શરૂ કરી દીધી છે. હજુ મતગણતરી ચાલુ છે.

ચૂંટણી પંચ દ્વારા શેર કરવામાં આવેલા તાજેતરના ડેટા અનુસાર 2 વાગ્યા સુધી મહારાષ્ટ્રની સ્થિતિ પર નજર કરીએ તો કોંગ્રેસ 12 બેઠકો પર, ભાજપ 11 બેઠકો પર અને શિવસેના (UBT) 11 બેઠકો પર આગળ છે. NCP (SP) 7 બેઠકો સાથે બીજા સ્થાને છે, શિવસેના 5 બેઠકો પર આગળ છે અને NCP અને અપક્ષ એક-એક બેઠક પર આગળ છે. હાલમાં, MVA 30 સીટો પર આગળ છે અને NDA 17 સીટો પર આગળ છે.

ઉલ્લેખનીય છે કે મુંબઈ ઉત્તર-પૂર્વ લોકસભા મતવિસ્તાર એ મહારાષ્ટ્રના 48 સંસદીય મતવિસ્તારોમાંથી એક છે. આ લોકસભા મતવિસ્તારમાં મુલુંડ, વિક્રોલી, ભાંડુપ પશ્ચિમ, ઘાટકોપર પશ્ચિમ સહિત છ વિધાનસભા ક્ષેત્રનો સમાવેશ કરવામાં આવ્યો છે. 1967માં અહીં પહેલીવાર લોકસભાની ચૂટણી યોજાઈ હતી. ગત ચૂંટણીમાં ગુજરાતી મનોજ કોટકે આ સીટ જીતી હતી.