Live Update : રાજ્યમાં 1 વાગ્યા સુધીમાં સરેરાશ 35 ટકા મતદાન

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠક માટે કુલ 833 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં 2,51,58,730 મતદારો 833 ઉમેદવારોનું ભાવી નક્કી કરશે. જેમાં વાત કરવામાં આવે તો આ વખતની ચૂંટણીમાં 74 જનરલ, 06 અનુસુચિત જાતિ, 13 અનુસુચિત જનજાતિના ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે.

Live Update : 

પ્રારંભિક 1 વાગ્યા સુધીમાં 34.74 ટકા જેટલું સરેરાશ મતદાન નોંધાયુ, સાબરકાંઠામાં સૌથી વધુ 39.73 મતદાન જ્યારે મહીસાગરમાં સૌથી ઓછું 29.72 ટકા મતદાન થયું.

જિલ્લા પ્રમાણે મતદાનના આંકડા

 • અમદાવાદ 30.82
 • આણંદ 37.06
 • અરવલ્લી 37.12
 • બનાસકાંઠા 37.48
 • છોટા ઉદેપુર 38.18
 • દાહોદ 34.46
 • ગાંધીનગર 36.49
 • ખેડા 36.03
 • મહેસાણા 35.35
 • મહીસાગર 29.72
 • પંચમહાલ 37.09
 • પાટણ 34.74
 • સાબરકાંઠા 39.73
 • વડોદરા 34.07

વડાપ્રધાન મોદીના માતાએ હીરાબાએ રાયસણ ગામની સ્કુલમાંથી મતદાન કર્યું. નરેન્દ્ર મોદીના નાના ભાઇ પંકજ મોદીના પરિવાર સાથે હીરાબા મતદાન કરવા માટે પહોંચ્યા હતા.

સવારે 11 વાગ્યા સુધીના મતદાન આંકડા (ECI તરફથી) જાહેર

પ્રારંભિક 11 વાગ્યા સુધીમાં 19.17 ટકા જેટલું સરેરાશ મતદાન નોંધાયુ, છોટા ઉદેપુરમાં સૌથી વધુ 23.35 મતદાન જ્યારે અમદાવાદમાં સૌથી ઓછું 16.95 ટકા મતદાન થયું

 • અમદાવાદ 16.95
 • આણંદ 20.38
 • અરવલ્લી 20.83
 • બનાસકાંઠા 21.03
 • છોટા ઉદેપુર 23.35
 • દાહોદ 17.83
 • ગાંધીનગર 20.39
 • ખેડા 19.63
 • મહેસાણા 20.66
 • મહીસાગર 17.06
 • પંચમહાલ 18.74
 • પાટણ 18.18
 • સાબરકાંઠા 22.18
 • વડોદરા 18.77

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે નારણપુરા કામેશ્વર હોલ ખાતે મતદાન કરવા આવી પહોંચ્યા અને લોકશાહીના પર્વના ભાગીદાર બન્યા.