‘મને કોઈ ઠાર કરશે’: ઈલોન મસ્કને ડર

ન્યૂયોર્કઃ દુનિયાના સૌથી શ્રીમંત વ્યક્તિ, અમેરિકાના ઉદ્યોગપતિ ઈલોન મસ્ક ટ્વિટર ખરીદ્યા પછી ખૂબ ચર્ચાસ્પદ બન્યા છે. એનું કારણ છે એમણે અવારનવાર કરેલા વિવાદાસ્પદ નિવેદનો. હવે એમણે એક આંચકાજનક નિવેદન કર્યું છે. એમણે કહ્યું છે, ‘મારી સાથે કંઈક અધટિત બનવાની શક્યતા છે. ગોળી મારીને મને ઠાર મારવામાં આવી શકે છે. એટલે હું હવે ખુલ્લી કારમાં બેસીને ફરવાનો નથી.’

લગભગ બે કલાકના સમયવાળી ઓડિયો ચેટ મસ્કે ટ્વિટર પર શેર કરી છે. એમાં એમણે પોતાના જાન પરના જોખમની વાત કરી છે. બે કલાકમાં એમણે અનેક સવાલોના જવાબ આપ્યા છે. એમણે કહ્યું કે, ‘મારા જાન પર ખતરો છે.’ આ ખતરો કોના તરફથી એ જોકે એમણે સ્પષ્ટ કર્યું નથી.

(તસવીર સૌજન્યઃ @elonmusk)