Live Update : બપોરે 3 વાગ્યા સુધીમાં 48% જેટલું મતદાન

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પહેલા તબક્કાનું મતદાન આજે સવારે 8 વાગ્યાથી શરૂ થઈ ગયું છે. પહેલા તબક્કાની 89 બેઠકો માટે આજે 19 જિલ્લામાં મતદાન યોજાઈ રહ્યું છે. જેમાં 788 ઉમેદવારોનું ભાવિ મતદાન પેટીમાં બંધ થશે અને તેના પરિણામ 8 ડિસેમ્બરના જનતાની સામે આવશે. દક્ષિણ ગુજરાતના આદિવાસી બેઠકો પર મતદાન વધ્યું. સૌરાષ્ટ્રમાં હજી પણ મતદાન ઓછું. શહેરી વિસ્તારોમાં સુરત, રાજકોટ જામનગરમાં પણ મતદાનમાં નિરસતા જોવા મળી રહી છે.

કુલ મતદારો : 2,39,76,670
પુરૂષ મતદારો : 1,24,33,362 
મહિલા મતદારો : 1,1,5,42,811 
ત્રીજી જાતિના મતદારો : 497 
18થી 19 વર્ષની વયના મતદારો: 5,74,560
99 વર્ષથી વધુ વય ધરાવતા મતદારોઃ 4,945

Live Update :

રાજ્યમાં મતદાનમાં ધીમે ધીમે લોકોનો ઉત્સાહ વધ્યો, 3 વાગ્યા સુધીમાં 48.48 ટકા જેટલું મતદાન થયું. જેમાં જામનગરમાં સૌથી ઓછું 42.26 અને તાપીમાં 64.27 ટકા મતદાન નોંધાય છે.

ક્યા જિલ્લામાં કેટલું મતદાન

  • અમરેલી 44.62
  • ભરૂચ 52.45
  • ભાવનગર 45.91
  • બોટાદ 43.67
  • ડાંગ 58.55
  • દેવભૂમિ દ્વારકા 46.55
  • ગીર સોમનાથ 50.89
  • જામનગર 42.26
  • જુનાગઢ 46.03
  • કચ્છ 45.45
  • મોરબી 53.75
  • નર્મદા 63.88
  • નવસારી 55.10
  • પોરબંદર 43.12
  • રાજકોટ 46.68
  • સુરત 47.01
  • સુરેન્દ્રનગર 48.60
  • તાપી 64.27
  • વલસાડ 53.49

બપોરે 1 વાગ્યા સુધીમાં રાજ્યમાં 34.48 ટકા મતદાન થયું છે.

ક્યા જિલ્લામાં કેટલું મતદાન

  • અમરેલી 32.01
  • ભરૂચ 35.98
  • ભાવનગર 32.74
  • બોટાદ 30.26
  • ડાંગ 46.22
  • દેવભૂમિ દ્વારકા 33.89
  • ગીર સોમનાથ 35.99
  • જામનગર 30.34
  • જુનાગઢ 32.96
  • કચ્છ 33.44
  • મોરબી 38.61
  • નર્મદા 46.13
  • નવસારી 39.20
  • પોરબંદર 30.20
  • રાજકોટ 32.88
  • સુરત 33.10
  • સુરેન્દ્રનગર 34.18
  • તાપી 46.35
  • વલસાડ 38.08

સવારે  11 વાગ્યા સુધીમાં 18.95 ટકા જેટલું મતદાન થયું, જેમાં તાપીમાં સૌથી વધુ26.47 ટકા જ્યારે દેવભૂમિ દ્વારકામાં 15.86 ટકા મતદાન થયું

ક્યા જિલ્લામાં કેટલું મતદાન

  • અમરેલી 19
  • ભરૂચ 17.57
  • ભાવનગર 18.84
  • બોટાદ 18.50
  • ડાંગ 24.99
  • દેવભૂમિ દ્વારકા 15.86
  • ગીર સોમનાથ 20.75
  • જામનગર 17.85
  • જુનાગઢ 18.85
  • કચ્છ 17.62
  • મોરબી 22.27
  • નર્મદા 23.73
  • નવસારી 21.79
  • પોરબંદર 16.49
  • રાજકોટ 18.98
  • સુરત 16.99
  • સુરેન્દ્રનગર 20.67
  • તાપી 26.47
  • વલસાડ 19.57

પ્રથમ 1 કલાકના મતદાનના આંકડા, અત્યાર સુધીમાં પ્રથમ તબક્કામાં જિલ્લા પ્રમાણે મતદાન ની ટકાવારી 4.52 %

ક્યા જિલ્લામાં કેટલું મતદાન

  • અમરેલી 4.68
  • ભરૂચ 3.44
  • ભાવનગર 4.13
  • બોટાદ 4.62
  • ડાંગ 7.76
  • દેવભૂમિ દ્વારકા 4.09
  • ગીર સોમનાથ 5.17
  • જામનગર 4.42
  • જુનાગઢ 5.04
  • કચ્છ 5.06
  • મોરબી 5.17
  • નર્મદા 5.30
  • નવસારી 5.33
  • પોરબંદર 3.92
  • રાજકોટ 4.45
  • સુરત 3.54
  • સુરેન્દ્રનગર 5.41
  • તાપી 7.25
  • વલસાડ 5.58

વડાપ્રધાન મોદીએ ગુજરાતની જનતાને મતદાન કરવા માટે અપીલ કરી છે. અને લોકશાહીના પર્વમાં તમામ લોકો ભાગ લે તેવી અપીલ કરી છે.

 

આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ લોકોને મતદાન કરવા માટે અપીલ કરી છે. તેમજ લોકોને લોકશાહીના પર્વમાં ભાગ લેવા માટે શુભેચ્છા પાઠવી છે.

 

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુજરાતના લોકોને લોકશાહીના પર્વમાં ભાગ લેવા માટે જણાવ્યું

 

આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે પણ ગુજરાતની જનતાને મતદાન કરવા માટે અપીલ કરી

 

આજે 19 જિલ્લાની 89 બેઠક માટે પ્રથમ તબક્કાનું મતદાન

  • કચ્છ જિલ્લો : બેઠકોના નામ : અબડાસા, માંડવી, ભુજ, અંજાર, ગાંધીધામ, રાપર
  • સુરેન્દ્રરનગર જિલ્લો : બેઠકોના નામ : દસાડા (SC), લીમડી, વઢવાણ, ચોટીલા, ધ્રાંગધ્રા
  • મોરબી જિલ્લો : બેઠકોના નામ : મોરબી, ટંકારા, વાંકાનેર
  • રાજકોટ જિલ્લો : બેઠકોના નામ : રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્વિમ, રાજકોટ દક્ષિણ, રાજકોટ ગ્રામ્ય જસદણ, ગોંડલ, જેતપુર, ધોરાજી
  • જામનગર જિલ્લો : બેઠકોના નામ : કાલાવડ, જામનગર (ગ્રામ્ય), જામનગર (ઉત્તર), જામનગર દક્ષિણ, જામજોધપુર, ખંભાળિયા, દ્વારકા, પોરબંદર
  • દેવભૂમિ દ્વારકા જિલ્લો : બેઠકોના નામ : ખંભાળિયા, દ્વારકા, પોરબંદર
  • પોરબંદર જિલ્લો : બેઠકોના નામ : કુતિયાણા, માણાવદર
  • જૂનાગઢ જિલ્લો : બેઠકોના નામ : જૂનાગઢ, વીસાવદર, કેશોદ, માંગરોળ
  • ગીર-સોમનાથ જિલ્લો : બેઠકોના નામ : સોમનાથ, તલાલા, કોડિનાર, ઉના
  • અમરેલી જિલ્લો : બેઠકોના નામ : ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા, રાજુલા
  • ભાવનગર જિલ્લો : બેઠકોના નામ : મહુવા, તળાજા, ગારિયાધર, પાલીતાણા, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્વિમ
  • બોટાદ જિલ્લો : બેઠકોના નામ : ગઢડા (SC), બોટાદ
  • નર્મદા જિલ્લો : બેઠકોના નામ : નાંદોદ (ST), દેડિયાપાડા (ST)
  • ભરૂચ જિલ્લો : બેઠકોના નામ : જંબુસર, વાગરા, ઝઘડિયા (ST), ભરૂચ, અંકલેશ્વર
  • સુરત જિલ્લો : બેઠકોના નામ : ઓલપાડ, માંગરોળ (ST), માંડવી, કામરેજ, સૂરત પૂર્વ, સુરત ઉત્તર, વરાછા રોડ, કારંજ, લિંબાયત, ઉધના, મજુરા, કતારગામ, સુરત પશ્ચિમ, ચોર્યાસી, બારડોલી (SC), મહુવા ST
  • તાપી જિલ્લો : બેઠકોના નામ : વ્યારા (ST), નિઝર (ST)
  • ડાંગ જિલ્લો : બેઠકોના નામ : ડાંગ (ST)
  • નવસારી જિલ્લો : બેઠકોના નામ: જલાલપોર, નવસારી, ગણદેવી, વાંસદા (ST)
  • વલસાડ જિલ્લો : બેઠકોના નામ : ધરમપુર, વલસાડ, પારડી, કપરાડા, ઉમરગામ (ST)