વાઘ બકરી ટી લાઉન્જમાં યુવાનોને આકર્ષિત કરશે કોરિયન બબલ ટી

અમદાવાદ: વાઘ બકરી ટી ગ્રુપના વાઘ બકરી ટી લાઉન્જ દ્વારા સમર ઇન કોરિયા કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું છે. કોરિયન સંસ્કૃતિની ઉજવણી કરવા માટે વૈશ્વિક સ્તરે લોકપ્રિય બનેલા બબલ ટી ટ્રેન્ડને ભારતીયો માટે રજૂ કરવામાં આવ્યો છે.

આ કેમ્પેઇન વિશે વાત કરતાં વાઘ બકરી ટી ગ્રુપના CEO સંજય સિંગલે જણાવ્યું હતું કે, “વાઘ બકરી ટી લાઉન્જ ખાતે, અમે સતત નવીનતા લાવવા અને અમારા ગ્રાહકો સાથે અર્થપૂર્ણ રીતે જોડાવાના રસ્તાઓ શોધી રહ્યા છીએ. સમર ઇન કોરિયા કેમ્પેઇનએ ગતિશીલ અને વિકસતા ટી કલ્ચરને લઇને અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે. કોરિયન બબલ ટીને ભારતીય સ્વાદ સાથે મિશ્રિત કરીને અમે તાજગીભર્યો અનુભવ પ્રદાન કરવાની આશા રાખીએ છીએ.”

ગુજરાતના કોરિયન એસોસિએશનના પ્રમુખ કો યંગ સૂને જણાવ્યું હતું કે, “134 વર્ષથી વધુ સમયથી વાઘ બકરી ટી ગ્રુપ ચાની ગુણવત્તામાં શ્રેષ્ઠતાના પ્રતીક તરીકે ઊભું રહ્યું છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં ચાના શોખીનોમાં પ્રખ્યાત વાઘ બકરી તેના સમૃદ્ધ વારસાથી દિલ જીતી રહ્યું છે. સમર ઇન કોરિયા કેમ્પેઇન દ્વારા કોરિયન સંસ્કૃતિની ઉજવણી કરવા બદલ હું વાઘ બકરી ટી ગ્રુપને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. બબલ ટી, જે હવે સમકાલીન કોરિયન જીવનશૈલીનો અભિન્ન ભાગ છે, તેની લોકપ્રિયતામાં ભારત સહિત વિશ્વભરમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.”આ ઉનાળામાં ટ્રેડિશનલ કોરિયન બબલ ટી ફ્લેવર્સ ભારતીયોને એક નવો જ અનુભવ કરાવશે કોરિયન સમર તાજગીભર્યા સારને મૂર્તિમંત કરે છે. આ કેમ્પેઇનનો ઉદ્દેશ્ય ભારતીય ગ્રાહકોમાં બોબાની વધતી જતી લોકપ્રિયતા સાથે વાઘ બકરી ટી લાઉન્જના આરામદાયક વાતાવરણમાં ઇમર્સિવ અને ઓથેન્ટિક અનુભવ પ્રદાન કરવાનો છે.