65 દિવસથી ભાગતા ફરતા ખ્યાતિકાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલની ધરપકડ

અમદાવાદ: ખ્યાતિકાંડમાં છેલ્લા 65 દિવસથી ભાગતા ફરતા મુખ્ય આરોપી અને હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલની ધરપકડ કરવામાં આવી છે. 65 દિવસથી ભાગતા ફરતા આરોપીની 17મી જાન્યુઆરીના રોજ મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે આઠ આરોપીને ઝડપી પાડ્યા હતા. આ કેસમાં નવમો મુખ્ય આરોપી કાર્તિક પટેલ જ ફરાર હતો, જે એક દેશથી બીજા દેશમાં ભાગતો ફરતો હતો. આખરે ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ એરપોર્ટ પરથી તેની પણ ધરપકડ કરી લીધી છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં નિર્દોષના મોત બાદ ખ્યાતિ ગ્રુપના ડાયરેક્ટર અને ચેરમેન સામે તપાસ ચાલી રહી હતી. જેમાં કાર્તિક પટેલ પકડમાં ન આવતા તેની સામે લુક આઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી. સતત તેને પકડવા માટે પોલીસ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. ત્યારે આ આરોપી દ્વારા આગોતરા જામીન માટેના પણ પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ જામીન નામંજૂર થયા હતા. આખરે તેણે શરણાગતિ સ્વીકારી હોય તેમ ભારત આવ્યો છે અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી તેની ધરપકડ કરી છે.ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓના બિનજરૂરી ઓપરેશન અને મોત મામલે હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલ અને ડાયરેક્ટરો સામે વસ્ત્રાપુર પોલીસ મથકે ત્રણ ફરિયાદો નોધાઇ છે. ખ્યાતિકાંડ બાદ કાર્તિક પટેલ વિદેશ ભાગી ગયાની ચર્ચા ચાલી રહી હતી.ખ્યાતિકાંડમાં અત્યાર સુધીમાં ધરપકડ કરાયેલા આરોપીઓ

  1. ડો. પ્રશાંત વઝીરાણી
  2. ચિરાગ રાજપૂત
  3. મિલિન્દ પટેલ
  4. રાહુલ જૈન
  5. પ્રતીક ભટ્ટ
  6. પંકિલ પટેલ
  7. ડો. સંજય પટોળિયા
  8. રાજશ્રી કોઠારી
  9. કાર્તિક પટેલ