ભાજપે સોમવારે જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી. જેમાં છ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. પાર્ટીએ પ્રદેશ અધ્યક્ષ રવિન્દર રૈનાને નૌશેરાથી પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. પાર્ટીએ લાલ ચોકથી એન્જી. એજાઝ હુસૈન, ઈદગાહથી આરીફ રાજા, ખાનસાહેબથી ડો. અલી મોહમ્મદ મીર, ચરાર-એ-શરીફથી ઝાહિદ હુસૈન, નૌશેરાથી રવિન્દર રૈના અને રાજૌરીથી વિબોધ ગુપ્તાને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.
भारतीय जनता पार्टी की केन्द्रीय चुनाव समिति ने होने वाले आगामी जम्मू व कश्मीर विधानसभा चुनाव 2024 के लिए निम्नलिखित नामों पर अपनी स्वीकृति प्रदान की है। pic.twitter.com/j3pXTGhLq2
— BJP Jammu & Kashmir (@BJP4JnK) September 2, 2024
આ પહેલા આજે કોંગ્રેસે તેના છ ઉમેદવારોના નામ પણ જાહેર કર્યા હતા. પાર્ટીએ સેન્ટ્રલ શાલટેંગથી તારિક હમીદ કારા, રિયાસીથી મુમતાઝ ખાન, શ્રી માતા વૈષ્ણો દેવીથી ભૂપેન્દ્ર જામવાલ, રાજૌરીથી ઈફ્તકાર અહેમદ, થન્નામંડીથી શબ્બીર અહેમદ ખાન અને સુરનકોટથી મોહમ્મદ શાહનવાઝ ચૌધરીને ઉમેદવાર જાહેર કર્યા છે.