માનવતાના દીપ પ્રગટાવતું જીવનધારા વૃદ્ધાશ્રમ

અમદાવાદઃ  લાંભા વિસ્તારમાં આવેલું જીવનધારા વૃદ્ધાશ્રમ એની જુદી-જુદી સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતું છે. આ સાથે આખાય વર્ષમાં આવતા ઉત્સવોને પણ સંસ્થા વૃદ્ધ સભ્યો સાથે અનોખી રીતે ઉજવણી કરે છે. આ વર્ષે જીવનધારા વૃદ્ધાશ્રમના પ્રાંગણને રોશનીથી સજાવી દીપોત્સવીની હર્ષોલ્લાસ સાથે ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જીવનધારા વૃદ્ધાશ્રમ સાથે સંકળાયેલા અલ્કેશ મશરૂવાલા ચિત્રલેખા.કોમને કહે છે અમે વડીલો સાથે દીપોત્સવીની ઉજવણી આ વર્ષે ભવ્ય રીતે કરી. આ સાથે માનવ કલ્યાણ સેવા ટ્રસ્ટ,  ભગવાન મહાવીર ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં સધાર્મિક ભક્તિ કિટ તૈયાર કરી જરૂરિયાતમંદ પરિવારોને આપી હતી. આ દિવાળીએ 1251  જરૂરિયાતમંદ પરિવારોને કિટ આપી માનવતાનો દીપ પ્રગટાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ  દિવાળીએ શહેર અને ગામમાં આપણી આસપાસ અનેક સ્પેશિયલ લોકો જે દ્રષ્ટિથી કે શરીરથી દિવ્યાંગ છે. કેટલાક અનાથાશ્રમ કે વૃદ્ધાશ્રમમાં આશ્રય લઈ જીવન વિતાવે છે. સમાજમાં કંઈક અલગ જ સ્થાન ધરાવતા આ લોકો માટે પણ ઉત્સવની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. એમાંય દિવાળીનું પર્વ અને તહેવારોને વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ જેવી અનેક સંસ્થાઓ ,સંગઠનોએ પોતાની આગવી  શૈલીમાં  ઉજવણી કરી હતી.

(પ્રજ્ઞેશ વ્યાસ)