નવી દિલ્હીઃ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામા પછી કોંગ્રેસે કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસના મહામંત્રી જૈરામ રમેશે બેઠકમાં ભાજપના નેતા જેપી નડ્ડા અને સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુની હાજરીને લઈ પ્રશ્નો ઉઠાવ્યા હતા. હવે આ મામલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાએ પ્રતિસાદ આપ્યો છે. તેમણે બેઠકમાં હાજર ન રહી શકવાનું કારણ જણાવ્યું છે કે તેઓ સંસદીય કાર્યમાં વ્યસ્ત હતા.
જેપી નડ્ડાએ કહ્યું હતું કે કિરેન રિજિજુ અને હું ઉપરાષ્ટ્રપતિ દ્વારા બોલાવાયેલી 4:30 વાગ્યાની બેઠકમાં ભાગ લઈ શક્યા નહીં, કારણ કે અમે બીજા કેટલાક મહત્વના સંસદીય કાર્યમાં વ્યસ્ત થઈ ગયા હતા. આ અંગે માનનીય ઉપરાષ્ટ્રપતિના કચેરીને જાણ કરવામાં આવી હતી. આ ઉપરાંત મેં રાજ્યસભામાં કહ્યું હતું કે જે હું બોલી રહ્યો છું, એ જ રેકોર્ડમાં જશે. આ વાત વિપક્ષના કશ્મકશ કરતા સાંસદો માટે હતી, ચેર માટે નહોતી.
उपराष्ट्रपति और राज्यसभा के सभापति का अचानक इस्तीफा जितना चौंकाने वाला है, उतना ही अकल्पनीय भी है। आज शाम करीब 5 बजे तक मैं उनके साथ था, वहां कई अन्य सांसद भी साथ थे, और शाम 7:30 बजे मेरी उनसे फोन पर बातचीत भी हुई थी।
निःसंदेह, श्री जगदीप धनखड़ को अपने स्वास्थ्य को सर्वोच्च…
— Jairam Ramesh (@Jairam_Ramesh) July 21, 2025
શું જેપી નડ્ડા પર નારાજ થયા હતા જગદીપ ધનખડ?
હકીકતમાં, સભાની કાર્યવાહી દરમિયાન 4:30 વાગ્યે બિઝનેસ એડવાઈઝરી કમિટી (BAC)ની બીજી બેઠક મળી હતી. તેમાં સત્તાપક્ષ તરફથી માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી એલ. મુરુગન ઉપસ્થિત રહ્યા હતા. મુરુગને ઉપસભાપતિ ધનખડને બેઠકને બીજા દિવસે (મંગળવારે) માટે પુનઃનિર્ધારિત કરવા વિનંતી કરી હતી. આ બેઠકમાં નડ્ડા અને રિજિજુ હાજર ન રહ્યા. એવી જાણકારી છે કે આ કારણે ધનખડ નારાજ થયા હતા. હવે નડ્ડાએ આ મુદ્દે સ્પષ્ટતા આપી છે.
કોંગ્રેસ સાંસદનો દાવો: નડ્ડાએ ચેરનું અપમાન કર્યું
કોંગ્રેસના સાંસદ સુખદેવ ભગતે BAC બેઠકમાં જેપી નડ્ડા અને રિજિજુની ગેરહાજરી પર પ્રશ્ન ઉઠાવ્યો હતો. અહેવાલ મુજબ તેમણે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ વિશે જણાવ્યું હતું કે રાજીનામાની સ્ક્રિપ્ટ તો પહેલેથી જ લખાઈ ચૂકી હતી. ભગતે કહ્યું હતું કે સભામાં જેપી નડ્ડાએ કહ્યું કે મારા શબ્દો રેકોર્ડમાં જશે, આ સીધું ચેરનું અપમાન છે.
