IPL 2025 નું સંપૂર્ણ શેડ્યુલ જાહેર… પ્રથમ મેચમાં RCB અને KKR ટકરાશે

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 સીઝનનું સંપૂર્ણ સમયપત્રક રવિવારે (16 ફેબ્રુઆરી) ના રોજ બહાર પાડવામાં આવ્યું. પહેલી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે. IPL 2025 સીઝન 22 માર્ચથી શરૂ થશે. એટલે કે ટુર્નામેન્ટની શરૂઆતની મેચ આ દિવસે રમાશે. જ્યારે ફાઇનલ મેચ 25 મેના રોજ યોજાશે. ઓપનિંગ મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાશે. જ્યારે ક્વોલિફાયર-2 અને ફાઇનલ મેચ પણ આ મેદાન પર રમાશે.

65 દિવસમાં 10 ટીમો વચ્ચે 74 મેચ રમાશે

ક્વોલિફાયર-2 અને ફાઇનલ મેચ પણ આ મેદાન પર રમાશે. જ્યારે ક્વોલિફાયર-૧ અને એલિમિનેટર મેચ હૈદરાબાદમાં યોજાશે. ગયા વખતની જેમ આ સિઝનમાં પણ IPLમાં 10 ટીમો ભાગ લેશે. IPL 2025 સીઝનમાં આ 10 ટીમો વચ્ચે 65 દિવસમાં ફાઇનલ સહિત કુલ 74 મેચ રમાશે. આ બધી મેચો ભારતના 13 સ્થળોએ યોજાશે. બપોરના મેચો બપોરે 3:30 વાગ્યાથી રમાશે. જ્યારે સાંજના મેચો સાંજે 07:30 વાગ્યે શરૂ થશે.

આ વખતે 12 ડબલ હેડર મેચ થશે

આ વખતે IPL 2025 સીઝનમાં કુલ 12 ડબલ હેડર મેચ રમાશે. આ બધા ડબલ હેડર ફક્ત શનિવાર અને રવિવારે જ હશે. IPLમાં ડબલ હેડર એટલે એક જ દિવસમાં બે મેચ. ડબલ હેડર દિવસોમાં, ચાહકોને ઉત્સાહનો ડબલ ડોઝ મળે છે. આ વખતે IPL 2025 ની શરૂઆતની મેચ શનિવારના રોજ યોજાશે. એટલે કે પહેલો ડબલ હેડર રવિવારે બીજા જ દિવસે જોવા મળશે. આ દરમિયાન સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) બપોરે રાજસ્થાન રોયલ્સ (RR) સાથે ટકરાશે. જ્યારે સાંજે, ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે મેચ થવાની છે.

IPL 2024 માં KKR એ ટાઇટલ જીત્યું

છેલ્લી IPL 2024 સીઝન પણ ખૂબ જ રોમાંચક રહી હતી. ત્યારબાદ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ ફાઇનલ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ને હરાવીને ટાઇટલ જીત્યું. આ ટાઇટલ મેચ ચેન્નાઈના મેદાન પર યોજાઈ હતી. આ મેચમાં, KKR 8 વિકેટથી જીત્યું. આ IPLના ઇતિહાસમાં કોલકાતા ટીમનું ત્રીજું ટાઇટલ હતું.