IPL 2023 ની ટાઈટલ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રવિવાર, 28 મેના રોજ રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. IPL 2023ની ફાઈનલ મેચ માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. પરંતુ ખરાબ હવામાન એટલે કે વરસાદ ચાહકોનો ઉત્સાહ બગાડી શકે છે. આ પહેલા અમદાવાદમાં ગુજરાત અને મુંબઈ વચ્ચે રમાયેલી બીજી ક્વોલિફાયર મેચમાં વરસાદનો અવરોધ સર્જાયો હતો, જેના કારણે ટોસ મોડો થયો હતો અને મેચ મોડી શરૂ થઈ હતી. આવી સ્થિતિમાં ફાઈનલ મેચમાં પણ વરસાદ રમતને બગાડી શકે છે.
The calm before the storm 🌪️#TATAIPL | #Final | #CSKvGT pic.twitter.com/lcX8rOPO5V
— IndianPremierLeague (@IPL) May 28, 2023
કેવું રહેશે અમદાવાદનું હવામાન?
‘AccuWeather’ના અહેવાલ અનુસાર, IPL 2023 ફાઈનલના દિવસે 28 મે, રવિવારના રોજ વરસાદની 40 ટકા સંભાવના છે. આજે અમદાવાદમાં 2 કલાક વરસાદ પડી શકે છે. સાંજે વરસાદનું જોખમ વધશે. સૂર્યાસ્ત થતાં જ હળવા વરસાદની શક્યતા વધી જશે.
અને 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ સિવાય હવામાન વિભાગ દ્વારા શેર કરવામાં આવેલા ડેટા મુજબ આજે સાંજે વધારે વરસાદ નહીં થાય, પરંતુ કાળા વાદળો આવી શકે છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે ચાહકોને આખી મેચ જોવા મળે છે કે પછી વરસાદ મેચમાં ખલેલ પહોંચાડે છે.
Inching closer to the ultimate showdown ⏳
It all boils down to this 👊
Who will emerge victorious in the #Final 🏆 #TATAIPL | #CSKvGT pic.twitter.com/fBMqYDu4pG
— IndianPremierLeague (@IPL) May 28, 2023
ધોની 250મી મેચ માટે મેદાનમાં ઉતરશે
તમને જણાવી દઈએ કે ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની માટે આ મેચ ઘણી મહત્વની રહેશે. આ ફાઈનલ મેચ દ્વારા ધોની તેની IPL કરિયરની 250મી મેચ રમશે. આઈપીએલના ઈતિહાસમાં ધોની આ ખાસ આંકડોને સ્પર્શનાર પ્રથમ ખેલાડી બનશે.
જોકે ધોની હજુ પણ IPLમાં સૌથી વધુ રમનાર ખેલાડી છે. આ યાદીમાં રોહિત શર્મા 243 મેચ સાથે બીજા, દિનેશ કાર્તિક 242 મેચ સાથે ત્રીજા, વિરાટ કોહલી 237 મેચ સાથે ચોથા અને રવિન્દ્ર જાડેજા 225 મેચ સાથે પાંચમા નંબર પર છે.