IPL 2023 ફાઇનલ: મેચ 12.15 વાગ્યે ફરી શરૂ થશે, CSKને 15 ઓવરમાં 171 રનનો ટાર્ગેટ

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 (IPL 2023)ની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મેચમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ આમને-સામને છે. મેચમાં ગુજરાતે ચેન્નાઈને 215 રનનો ટાર્ગેટ આપ્યો હતો જે વરસાદને કારણે 15 ઓવરમાં 171 રન થઈ ગયો હતો.

 

ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝનની ફાઈનલ મેચ આજે રિઝર્વ ડે પર ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ રહી છે. ચાહકોની નજર સતત અમદાવાદના હવામાન પર ટકેલી છે. આજે પણ વરસાદના પગલે મેચ રોકી દેવામાં આવી છે.

વાસ્તવમાં, IPL 16ની ફાઇનલ મેચ રવિવારે રમાવાની હતી. પરંતુ રવિવારે સાંજે અમદાવાદમાં સતત વરસાદ પડતાં મેચનું આયોજન થઈ શક્યું ન હતું. IPL ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા ફાઈનલ માટે પહેલાથી જ રિઝર્વ ડે રાખવામાં આવ્યો હતો. રાત્રે 11 વાગ્યા સુધીમાં જ્યારે મેચની તમામ શક્યતાઓ પૂરી થઈ ગઈ હતી ત્યારે ફાઈનલને રિઝર્વ ડેમાં ખસેડવામાં આવી હતી.