અહો આશ્ચર્યમઃ એક મહિલાએ નવ બાળકોને જન્મ આપ્યો

મોરોક્કોઃ સામાન્ય રીતે એક માતાના ગર્ભમાં એકસાથે બે, ત્રણ કે ચાર બાળકોના જન્મની વાત થોડી સામાન્ય છે, પરંતુ એક મહિલાએ એકસાથે નવ બાળકોને જન્મ આપ્યો હતો. માલીની એક મહિલાએ મોરોક્કોમાં મંગળવારે એકસાથે નવ બાળકોને જન્મ આપીને સૌને ચોંકાવ્યા હતા. બધાં બાળકો સંપૂર્ણ સ્વસ્થ છે. માલી સરકારે 25 વર્ષની હલિમા સીજેની સારી દેખભાળ માટે 30 માર્ચે જ મોરોક્કો મોકલવામાં આવી હતી. પહેલાં એવું માનવામાં આવતું હતું કે હલિમાના ગર્ભમાં છ બાળકો છે. એકસાથે એક ગર્ભમાં છ બાળકોના જન્મ અસામાન્ય છે અને નવ બાળકોનો જન્મ વધુ અસામાન્ય છે.

મોરોક્કોના આરોગ્ય મંત્રાલયના પ્રવક્તા રચિદ કૌધરીએ કહ્યું હતું કે તેમના દેશમાં નવ બાળકોના જન્મની કોઈ માહિતી નથી, પણ માલીના આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે હલિમાએ સિઝેરિયર સેક્શન દ્વારા પાંચ બાળકીઓ અને ચાર બાળકોને જન્મ આપ્યો હતો. માલીના આરોગ્યપ્રધાન ફાંટા સિબીએ જણાવ્યું હતું કે મા અને બાળકો અત્યારે હાલમાં સ્વસ્થ છે.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]