પાકિસ્તાનનો વૈશ્વિક વેપાર સંપૂર્ણપણે બંધ થઈ જશે?

ઇસ્લામાબાદઃ આર્થિક તંગીમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાન માટે મુશ્કેલીઓ બેટેલેયનમાં આવી રહી છે. જહાજોના એજન્ટોએ પાકિસ્તાન સરકારને ચેતવણી આપતાં કહ્યું હતું કે બધા નિકાસના કાર્ગો અટકી શકે છે, કેમ કે વિદેશી શિપિંગ લાઇનો દેશ માટે પોતાની સર્વિસ રોકવા પર વિચાર કરી રહી છે. એનું મુખ્ય કારણ બેન્કોને ડોલરની અછતને લીધે માલસામાનનું નૂર ભાડું નથી મળી રહ્યું. સરહદે આવેલા દેશો સિવાય પાકિસ્તાનથી આશરે બધો આંતરરાષ્ટ્રીય માલસામાનની આવજા સમુદ્ર દ્વાર સંચાલિત કરવામાં આવે છે.પાકિસ્તાન શિપ એજન્ટ્સ એસોસિયેશન (PSAA)ના અધ્યક્ષ અબ્દુલ રઉફે એક પત્રના માધ્યથી નાણાપ્રધાન ઇશાક ડારને ચેતવણી આપી છે.

PSAAના અધ્યક્ષે એક પત્રના માધ્યમથી નાણાપ્રધાનને ચેતવણી આપતાં કહ્યું હતું કે જો આંતરરાષ્ટ્રીય વેપાર બંધ કરી દેવામાં આવશે જો આર્થિક સ્થિતિ વધુ ખરાબ થઈ જશે. ડોન અખબારે જણાવ્યું હતું કે PSAAના અધ્યક્ષે સ્ટેટ બેન્ક ઓફ પાકિસ્તાનના ગવર્નર જમિલ અહમદ, વેપારપ્રધાન સૈયદ નવીદ નમાર અને સમુદ્રી મામલાના મંત્રી ફૈસલ સબ્જવારીને પણ પત્ર લખ્યો હતો.

રઉફે સંબંધિત મંત્રાલયો અને વિભાગોને વિનંતી કરી હતી કે સંબંધિત વિદેશી શિપિંગ લાઇનોને વધારામાં માલ નૂરના શૂલ્કની રકમની વિનંતી કરીને પાકિસ્તાનના સમુદ્રી વેપારમાં સાતત્યતા સુનિષ્ટિત કરવા માટે હસ્તક્ષેપ કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ પત્રમાં કહેવામાં આવ્યું હતું કે સંબંધિત વિદેશી શિપિંગ લાઇનો માટે પાકિસ્તાનના સમુદ્રી વેપારમાં અડચણો આવી રહી છે, જે વિદેશી શિપિંગ લાઇનો પર બહુ અધિક નિર્ભર છે.