માસ્ક પહેરવો, વર્ક ફ્રોમ હોમ ફરજિયાત નહીં: બ્રિટનના PM

લંડનઃ કોરોના રોગચાળાએ વિશ્વઆખામાં કાળો કેર વર્તાવ્યો છે, ત્યારે બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સને કોરોના પ્રતિબંધોને ખતમ કરવાની જાહેરાત કરી છે. તેમણે માસ્ક પહેરવા અને વર્ક ફ્રોમ હોમ –બંનેના નિયમોને ફરજિયાત રાખવામાંથી મુક્તિ આપી છે. તેમણે કહ્યું છે કે રાષ્ટ્રીય સ્તરે કોરોનાની પિક આવી ચૂકી છે, એટલે સરકાર લોકોને વર્ક ફ્રોમ હોમ માટે ભાર નહીં મૂકે.

બ્રિટનમાં વર્ષના પ્રારંભે જાન્યુઆરીમાં દૈનિક ધોરણે બે લાખથી વધુ કેસો નોંધાતા હતા. જોકે હવે એમાં સતતત ઘટાડો થઈ રહ્યો છે. ઇંગ્લેન્ડે કોરોના રોગચાળાથી લડવા માટે મોટા ભાગના પ્રતિબંધોને ઉઠાવી લીધા છે.

બ્રિટનમાં 60 વર્ષથી વધુ વયના લોકોમાંથી 90 ટકા લોકોને કોરોનાનો બુસ્ટર ડોઝ લાગી ચૂક્યો છે. વૈજ્ઞાનિકોએ પણ કહ્યું હતું કે બ્રિટનમાં ઓમિક્રોનની લહેર પિક પર આવી ચૂકી છે. હવે માસ્ક પહેરવો એ લોકોની મુનસફીની વાત છે. એ સાથે સ્કૂલો પણ ફરજિયાતપણે માસ્ક પહેરવા પર ભાર નહીં મૂકવામાં આવે, તેમ તેમણે કહ્યું હતું.

જોકે તેમણે જ્યારે કોરોનાના આકરા નિયમો લાગ કરવા માટે નિર્દેશ આપ્યા હતા, ત્યારે તેમણે પોતાની પાર્ટી સામે ઝઝૂમવું પડ્યું હતું, કેમ કે કન્ઝર્વેટિવ પાર્ટીના સહયોગીઓએ પ્રતિબંઘને જાહેર સ્વતંત્રતા પર અંકુશ ગણાવ્યા હતા. હવે પ્રતિબંધોમાં છૂટછાટને આલોચકો માટે છૂટ તરીકે જોવામાં આવી રહી છે. તેઓ એ વાત નારાજ હતા કે વડા પ્રધાન અને તેમના કર્મચારીઓ ડાઉનિંગ સ્ટ્રીટ પર પાર્ટીનું આયોજન કરવ માટે કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]