પાકની એર સ્ટ્રાઇકનો અમે વળતો જવાબ જરૂર આપીશું: અફઘાનિસ્તાન

નવી દિલ્હીઃ પાકિસ્તાનના એરફોર્સ દ્વારા અફઘાનિસ્તાનમાં કરવામાં આવેલી એક સ્ટ્રાઇકથી તાલિબાન લાલઘૂમ છે. અફઘાન સરકારે આ હવાઇ હુમલામાં 46 લોકોનાં મોત થયાની પુષ્ટિ કરી હતી. તાલિબાન સરકારે પહેલાં જ કહ્યું હતું કે એ આ હુમલાનો જવાબ આપશે અને હવે એની એણે તૈયારી પણ શરૂ કરી દીધી છે. તાલિબાને ખતરનાક ટેન્કો અને હથિયારોની સાથે પાકિસ્તાનની બોર્ડરની પાસે સેનાને તહેનાત કરી છે.  અફઘાનિસ્તાન પર કરવામાં આવેલા હુમલાઓને લઈને પાકિસ્તાન તરફથી કોઈ પણ સત્તાવાર નિવેદન જારી કરવામાં નથી આવ્યું. બીજી બાજુ અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર આક્રમક છે. અફઘાનિસ્તાનની સરકારના પ્રવક્ત હમદુલ્લ ફિતરતે કહ્યું હતું કે એ આ હુમલાનો બદલો જરૂર લેશે.

પાકિસ્તાનની સરહદે સેનાની તહેનાતીમાં વધારાને પગલે બંને દેશોની સેના વચ્ચે ટક્કર વધી શકે છે. અફઘાની સેના પાકિસ્તાની હુમલા પથી બહુ આક્રમક મોડમાં છે, કેમ કે અફઘાનિસ્તાનની તાલિબાન સરકારનું આયોજન પાકિસ્તાન પર પલટવાર કરવાનું છે તાલિબાને હુમલાની નિંદા કરતાં કહ્યું હતું કે મોટા ભાગના પીડિત વજિરિસ્તાન ક્ષેત્રમાં રહેતા શરણાર્થી છે. એણ જવાબ કાર્યવાહીની ચેતવણી પણ આપી હતી.પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા આતંકવાદી સંગઠન TTP પર હુમલો કર્યો હતો, પરંતુ ખાસ વાત એ છે કે અફઘાનિસ્તાની તાલિબાનનું સહયોગી માનવામાં આવે છે. બીજી બાજુ, અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા પછી તહરિક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)નો પ્રભાવ વધ્યો છે. TTPએ પાકિસ્તાન પર અનેક વાર હુમલો કર્યો છે. આ હુમલામાં પાકિસ્તાનના કેટલાક જવાનોનાં મોત થયાં છે. સામાન્ય નાગરિકોને નુક્સાન થયું છે.