વર્જિન ગેલેક્ટિકનું ‘સ્પેસ ટુરિઝમ’ વર્ષ 2022થી શરૂ થશે

ન્યુ મેક્સિકોઃ બ્રિટિશ અબજોપતિ રિચર્ડ બ્રેનસને રવિવારે વર્જિન ગેલેક્ટિક રોકેટ વિમાનમાં સવાર થઈને ન્યુ મેક્સિકોના રણવિસ્તારથી 50 માઇલ કરતાં પણ વધુ ઊંચાઈએ ઉડાન ભરી સુરક્ષિત રૂપે અંતરિક્ષ માટેના ટેસ્ટ ફ્લાઇટથી પરત ફર્યા છે. તેમણે એક નવીન સાહસ કરવાની સફર 17 વર્ષ પહેલાં શરૂ કરી હતી.

બ્રેનસનુ છ વર્જિન ગેલેક્ટિક હોલ્ડિંગ ઇન્ક.ના કર્મચારીઓમાંના એકે અંતરિક્ષની મુસાફરીનો આનંદ માણ્યો હતો. તેમણે આ સાથે સ્પેસ ટુરિઝમના નવા યુગનો પ્રારંભ કર્યો છે. તેમણે કંપનીની સ્થાપના 2004માં શરૂ કરી હતી. એ કંપની વેપારી ધોરણે કામગીરી આવતા વર્ષે એટલે કે 2022થી શરૂ કરશે. ઉડાનમાંથી પરત ફર્યા પછી તેમણે પૌત્રો-પૌત્રાદિને ભેટીને 70 વર્ષીય બ્રેનસેને કહ્યું હતું કે તેઓ બધા માટે અંતરિક્ષનો પ્રવાસ બધા લોકો માટે સુલભ બનાવશે. તેમને એમેઝોનના જેફ બેઝોસે ઇન્સ્ટાગ્રામ પર અભિનંદન આપતાં કહ્યું હતું કે ઉડાન માટે અભિનંદન. ક્લબમાં સામેલ થવા માટે રાહ નથી જોઈ શકતો.

સ્પેસ ઇન્ડસ્ટ્રીના એક્ઝિક્યુટિવ્ઝ, ભવિષ્યના ગ્રાહકો અને અન્ય શુભચિંતકો લોન્ચને જોવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને મોડી રાતે ટેલિવિઝન કોમેડિયન સ્ટીફન કોલબર્ટ દ્વારા લાઇવસ્ટ્રિમિંગ કરવામાં આવ્યું હતું.

વર્જિન ગેલેક્ટિકે પહેલેથી જ અંતરિક્ષ ટુરિસ્ટો પાસેથી 600થી વધુનું રિઝર્વેઝન છે. આ પ્રવાસની ટિકિટ શરૂઆતમાં $2,50,000ની કિંમત રાખવામાં આવી છે. સામે પક્ષે બ્લુ ઓરિજિન ટિકિટોની કિંમતોની ઘોષણા કરતાં પહેલાં બેઝોસની ઉડાન ભરવાની રાહ જોઈ રહ્યું છે.