સંસદનું ચોમાસું સત્ર 19 જુલાઈથી

નવી દિલ્હીઃ સંસદનું ચોમાસું સત્ર આવતી 19 જુલાઈથી શરૂ થશે અને 1 ઓગસ્ટ સુધી ચાલશે. સત્ર દરમિયાન 19 દિવસ કામકાજના રહેશે. આ જાણકારી લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ આપી છે.

તમામ સંસદસભ્યો અને મિડિયાકર્મીઓને કોરોનાવાઈરસ પ્રતિરોધક નિયમોના પાલન અનુસાર જ સંસદભવનમાં પ્રવેશ આપવામાં આવશે. RTPCR ટેસ્ટ ફરજિયાત નથી, પરંતુ જે સભ્યોએ કોરોના-પ્રતિરોધક રસી લીધી ન હોય એમણે RTPCR ટેસ્ટ કરાવવી એવી અમે વિનંતી કરીશું. લોકસભા અને રાજ્યસભા, બંને ગૃહમાં સત્રનો સમય સવારે 11થી સાંજે 6 વાગ્યા સુધીનો રહેશે, એમ સ્પીકર બિરલાએ વધુમાં કહ્યું છે.