બ્રિટનમાં કોરોના રોગચાળા સામે 75% વસતિને રસીકરણ

લંડનઃ બ્રિટનની ત્રણ ચતુર્થાંશ એટલે કે 75 ટકાથી વધુ વયસ્કોને કોરોના રોગચાળાની રસીના બંને ડોઝ મળી ગયા છે, બ્રિટિશ સરકારે સત્તાવાર આંકડા દ્વારા માહિતી આપી છે. યુકેમાં કુલ 86.78 લાખ ડોઝ આપવામાં આવ્યા હતા, જેમાંથી 47.09 લાખને પહેલો ડોઝ અને 39.68 લાખ લોકોને બંને ડોઝ આપવામાં આવ્યા હતા. બ્રિટનમાં આશરે 89 ટકા વસતિને કોરોનાનો રસીનો પહેલો ડોઝ લાગી ચૂક્યો છે. પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડના તાજા આંકડા મુજબ કોરોના રોગચાળાને કારણે 60,000 લોકોનાં મોત, 2.2 કરોડ લોકો કોરોના સંક્રમિત થયા હતા અને 66,900 લોકોને હોસ્પિટલમાં એડમિટ થતા બચાવવામાં આવ્યા હતા.

અમે કોરોના રોગચાળા સામે રસીથી યુકેની ત્રણ ચતુર્થાંસ વયસ્કોને સુરક્ષા પ્રદાન કરી હતી. અમને આ રાષ્ટ્રીય ઉપલબ્ધિ પર ગર્વ છે, એમ બ્રિટિશના વડા પ્રધાન બોરિસ જોન્સને ટ્વીટ કર્યું હતું. હવે જેમણે રસી નથી લીધી તેમણે રોગચાળા સામે પોતાના ખર્ચે રસી લેવી પડશે. સરકારના સત્તાવાર આંકડા મુજબ છેલ્લા 28 દિવસોમાં કોરોના રોગચાળાથી 146 લોકોનાં મોત થયાં છે.

બ્રિટનમાં ડેલ્ટા વેરિયેન્ટ જોકે એક મુસીબત બન્યો છે, કેમ કે દેશમાં સામે આવેલા 99 ટકા કેસો માટે ડેલ્ટા વેરિયેન્ટ જવાબદાર છે. બ્રિટનમાં મંગળવારે માર્ચ પછી કોરોના વાઇરસથી એક દિવસમાં સૌથી વધુ મોત નોંધાયા છે. ચીને જુલાઈ પછી મંગળવારે કોરોનાના 180થી વધુ કેસ નોંધ્યા છે.