નાસા આપી રહ્યું છે ઉંઘવાની નોકરી, બે મહિનાના મળશે 13 લાખ રુપિયા

વોશિંગ્ટનઃ જો તમે લાંબી નીંદરના શોખીન છો તો તમે પોતાના શોખથી પૈસા કમાઈ શકો છો. તે પણ બે મહીનામાં 13 લાખ રુપિયા. જી હાં આપને જે વાંચી રહ્યા છો, તે સત્ય છે. અમેરિકી અંતરિક્ષ એજન્સિ નાસા લોકોના એક સમૂહને બે મહિના સુધી સુવા માટે આશરે 13 લાખ રુપિયાની ઓફર આપી રહી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર નાસાને 24 લોકોની શોધ છે. અમેરિકી સ્પેસ એજન્સી પસંદ કરેલા 24 લોકોને સ્પ્ટેમ્બર 2019માં જર્મન એરોસ્પેસ સેન્ટરમાં લઈ જશે. મિશનની શરુઆત પહેલા આ લોકોને સ્થિતીના અભ્યાસની એક પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવશે.

આ લોકોને આર્ટિફિશિયલ ગ્રેવિટી સાથે જોડાયેલા ટેસ્ટ માટે બે મહીના સુધી બેડ પર રહેવું પડશે. આ સમયગાળા દરમિયાન વૈજ્ઞાનિક પસંદ કરવામાં આવેલા લોકોની અલગ-અલગ રીતે તપાસ કરશે. આમાં સ્ટ્રેન્થ બેલેન્સ, સંજ્ઞાનાત્મક ક્ષમતા અને કાર્ડિયોવસ્કુલર એક્ટિવિટીની તપાસ શામિલ હશે.

બીજી તરફ વૈજ્ઞાનિકો, મનોચિકિત્સકો અને મેડિકલ પ્રોફેશનલ્સની ટીમ પસંદગી કરાયેલા લોકોને સહયોગ કરશે. આમાં તેમના ખાનપાન અને ન્યૂટ્રિશનની જવાબદારી પણ સમાવિષ્ટ છે. આ લોકોને આપવામાં આવનારા ભોજનમાં એડિટિવ્સ અથવા કોઈ આર્ટિફિશિયલ સ્વીટનર્સ શામિલ નહી હોય. જો કે આ લોકોને ક્યારેક સ્વીટ આપવામાં આવશે.

પસંદ કરવામાં આવેલા લોકોને એક જ રુમમાં બે ગ્રુપમાં રાખવામાં આવશે. બે મહિનાના બેડ રેસ્ટ દરમિયાન તે લોકો એ તમામ કામ અને ગતિવિધૉ કરશે જે માણસ સામાન્ય રુપે કરે છે, પરંતુ આ બધું જ કામ સુતા-સુતા કરવાનું રહેશે.ભોજન કરવાનું હોય કે પછી ટોયલેટ જવાનું કામ. આ લોકોને આપવામાં આવેલા નિર્દેશોનું પાલન કરવું પડશે. આ લોકોને ટીવી, ફ્રી ટાઈમની એક્ટિવીટી અને સાથે જ વાંચવા લખવા માટે મટિરીયલ પણ આપવામાં આવશે.

નાસાના આ પ્રોજેક્ટથી વૈજ્ઞાનિકોને રિસર્ચમાં ફાયદો થવાની આશા છે. ઉદાહરણ માટે સ્ટડીમાં એ વાત સામે આવી શકશે કે અંતરિક્ષ યાત્રી જ્યારે પરિસ્થિતિ વિશેષમાં સ્પેસની અંદર લાંબો સમય વ્યતિત કરે છે તો આનો શું પ્રભાવ પડે છે.આનાથી અંતરિક્ષમાં લાંબા સમય સુધી રહ્યા બાદ બોન ડેન્સિટી અને રેડિએશનના દુષ્પ્રભાવની અસર મામલે માહિતી પ્રાપ્ત કરી શકાશે. કુલ મીલાવીને આ સ્ટડીથી પ્રાપ્ત આંકડાઓના આધાર પર ઈએસએ અને નાસાને અંતરિક્ષ યાત્રીઓ પર આર્ટિફિશિયલ ગ્રેવિટીના પડનારા સંભવિત પ્રભાવોની જાણકારી મળવાની અપેક્ષા છે.