યૂએસ ઓપન નિશ્ચિત તારીખ અને સમયે જ યોજાશે

ન્યૂયોર્કઃ કોરોના વાયરસ મહામારીના કારણે વિમ્બલ્ડન રદ્દ થઈ ગઈ છે અને ફ્રેન્ચ ઓપન સ્થગિત કરી દેવામાં આવ્યું છે. પરંતુ અમેરિકી ઓપનના આયોજકોએ કહ્યું કે, આ ગ્રેન્ડ સ્લેમ પાના નક્કી સમય અનુસાર જ શરુ થશે. કોરોના વાયરસના કારણે વિમ્બલ્ડનના આયોજકોએ જૂનથી શરુ થનારા સૌથી જૂના ગ્રાન્ડ સ્લેમને રદ્દ કરી દીધા છે. કોરોના વાયરસ મહામારી ન્યૂયોર્કમાં વધ્યા બાદ અહીંયાના નેશનલ ટેનિસ સેન્ટરના ઈન્ડોર કોર્ટનો ઉપયોગ અસ્થાયી હોસ્પિટલની સુવિધા માટે કરવામાં આવી રહ્યો છે.

અમેરિકી ટેનિસ સંઘ કહેરની સ્થિતિ પર નજર બનાવી રાખશે અને જરુર પડ્યે જરુરી બદલાવ કરવામાં આવશે. યૂએસટીએના નિવેદન અનુસાર, વર્તમાન સમયમાં યૂએસટીએની યોજના યૂએસ ઓપનને નિર્ધારિત સમય પર કરાવવાની છે. અમે ટૂર્નામેન્ટની તૈયારીનું કામ ચાલું જ રાખીશું.

પ્રાપ્ત વિગતો અનુસાર, કોરોના વાયરસની મહામારીના કારણે તેજીથી બદલતી સ્થિતિની સાવધાનીપૂર્વક દેખરેખ રાખવામાં આવી રહી છે અને કોઈપણ આકસ્મિક સ્થિતિનો સામનો કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. અમેરિકામાં કોરોના વાયરસના સંક્રમણથી સૌથી વધારે કેસ ન્યૂયોર્કમાં જ સામે આવ્યા છે. બાદમાં અમેરિકી ઓપનની મેજબાની કરનારા સ્ટેડિયમને અસ્થાયી હોસ્પિટલમાં અત્યારે બદલી દેવામાં આવ્યો છે જ્યારે લુઈ આર્મસ્ટ્રોંગ સ્ટેડિયમમાં બિમાર લોકો, સ્વયંસેવકો અને વિદ્યાર્થીઓ માટે ખાલી થઈ રહ્યું છે.