અમેરિકન નૌકાદળના પાયલટે આકાશમાં એક વિચિત્ર વસ્તુ જોઈ…UFOનો દાવો

વોશિગ્ટન- UFO.. આ વિશે જગતભરના સાયન્ટિસ્ટો હંમેશા આકર્ષિત થતાં રહ્યાં છે. ક્યાંક કશેક અણધારી રીતે દેખા દેતી ઉડન તશ્તરીના કિસ્સા સતત ચર્ચામાં રહે છે ત્યારે વધુ એક દાવો થયો છે. અમેરિકન નૌકાદળના પાયલટે આકાશમાં વિચિત્ર વસ્તુ જોઈ હોવાનો દાવો કર્યો છે. આમા એક તોફાનની વિપરીત દિશામાં ઉપર ફરતી એક વસ્તુ હતી. આ વસ્તુ લગભગ લગભગ ઈસ્ટ કોસ્ટમાં દરરોજ જોવા મળી. મીડિયા રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે.

ન્યૂયોર્ક ટાઈમ્સના જણાવ્યા મુજબ, આ સમયગાળામાં પાયલટે તેમના સિનિયર અધિકારીઓને જણાવ્યું કે, આ અજાણી ઉડતી ડીશ (Unidentified flying object) જેવી વસ્તુમાં કોઈ એન્જિન જોવા મળ્યું ન હતું અને ઈન્ફ્રારેડ એક્ઝોસ્ટમાં પણ કોઈ ચિન્હ જોવા મળ્યું નહતું, પરંતુ આ ઉડતી રકાબી 30 હજાર ફૂટની ઉંચાઈ પર હાઈપરસોનિક ગતિથી પહોંચવામાં સફળ રહી. સમાચાર એજન્સી મુજબ, નૌકાદળ પાયલટના રૂપમાં છેલ્લા 10 વર્ષથી જોડાયેલા એફ/એ સુપર હરનોટના પાયલટ લેફ્ટનેન્ટ રેયાન ગ્રેવ્સે કહ્યું કે, આ ઉડતી ડીશ દિવસભર માટે નિકળે છે.

તેમણે કહ્યું કે, વિમાનને હવામાં રાખવા માટે મોટી માત્રામાં ઊર્જાની જરૂર પડે છે. વર્ષ 2014માં સુપર હરનોટના પાયલટ એક ઉડતી ડીશ સાથે અથડાવાની નજીક હતાં. પાયલટોએ કેટલીક તસવીરોનો વિડિયો પણ બનાવ્યો છે. લેફ્ટનેન્ટ ગ્રેવ્સ અને અન્ય ચાર નેવી પાયલટોએ કહ્યું કે, તેમણે ઉડતી ડીશ જેવી વસ્તુને 2014 અને 2015માં ટ્રેનિંગ દરમિયાન વર્જિનિયાથી ફ્લોરિડા વચ્ચે જોવા મળી હતી.